Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

પોરબંદર સહિત કાંઠા વિસ્તારમાં ખારા પાણીને મીઠા કરવાના પ્લાન્ટ મંજુરઃવિજયભાઇ

પોરબંદરમાં મુખ્યમંત્રીની હાજરીમાં ગરીબ કલ્યાણ મેળોઃ તથા બલ્ક પાઇપ લાઇનનું ખાત મુહુર્તઃ લાભાર્થીઓને ૧,૪૭ કરોડની સહાય

પોરબંદરમાં વિજયભાઇના હસ્તે બલ્ક પાઇન લાઇનનું ખાતમુહૂર્ત તથા લાભાર્થીઓને સહાય :.. પોરબંદર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ચોપાટી ખાતે સમારંભમાં પાણી પુરવઠા યોજનાની બલ્ક પાઇપ લાઇનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને વિજયભાઇના હસ્તે હાથો હાથ સાધન સહાય આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સમારંભમાં દીપ પ્રાગટય કર્યુ  સાધન સહાય અર્પણ કરાય તે તસ્વીરોમાં બાબુભાઇ સહિત મહાનુભવો નજરે પડે છે. (તસ્વીર : પરેશ પારેખ પોરબંદર)

પોરબંદર,તા.,૩: ચોપાટી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવચનમાં જણાવેલ કે જામનગર જોડીયા,પોરબંદર વેરાવળ, ભાવનગર તથા પશ્ચિમ ગુજરાતના કાંઠામાં ખારા પાણીને મીઠું બનાવવાના પ્લાન્ટ સરકારે મંજુર કરીને  કાંઠા વિસ્તારની પીવાનો પાણી પ્રશ્ન  હલ કરવા પ્રયત્ન કરેલ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાણી પુરવઠા પાણી પુરવઠા યોજનાની બલ્કપાઇપ લાઇનનું ખાતમુહુર્ત કર્યુ હતું.તેમણે જણાવેલ કે ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્રભાઇ મોદી હતા ત્યારે રાજયમાંગરીબી દુર કરવા ગરીબ કલ્યાણ મેળા શરૂ કરાયેલ અને અત્યાર સુધી સવા કરોડ લાભાર્થીઓને વિવિધ કલ્યાણ યોજના હેઠળ સાધન સહાય અર્પણ કરાઇ.

વિજયભાઇએ જણાવેલ કે આ સરકાર ગરીબો અને પીડીતોના ઉત્થાન માટેની સરકાર છે.મોદી સરકારે ગરીબ વર્ગને ગેસના  ચુલા આપીને બહેનોને રસોડામાં ધુમાડાથી મુકત કરેલ છે.

ગરીબ કલ્યાણ મેળામાં સવા લાખ લોકોને કુકર આપવાની જાહેરાત વિજયભાઇએ કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇએ જણાવેલ કે  કોંગ્રેસના રાજયમાં ભ્રષ્ટાચાર વધુ થયો છે. ત્યારે ભ્રષ્ટાચાર નાબુદી માટે નરેન્દ્રભાઈ મોદીએ અનેક પગલા લીધા છે. પોરબંદરનો પાણી પ્રશ્ન હલ કરવા બલ્ક પાઈપલાઈન માર્ચ સુધી પુરી કરી દેવા તાકીદ કરવામાં આવી છે.

સમારંભમાં ઉપસ્થિત કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોરબંદરનો પાણી પ્રશ્ન હલ કરવા પ્રયત્ન માટે વિજયભાઈ સન્માનીય છે તેમ જણાવેલ હતું.

સમારંભમાં બાબુભાઇ બોખીરીયાએ જણાવેલકે માર્ચ સુધીમાં પોરબંદરની પાણી સમસ્યા હલ થઇજશેે.

રાજ્યમાં ગાંધી જન્મભૂમિથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થયો છે. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાના કુલ ૩૬૧૯ લાભાર્થીઓને રૂ. ૧.૪૭ કરોડની સાધન સહાય ચોપાટી ખાતે અર્પણ કરવામાં આવી છે.

શહેરમાં આગામી ઉનાળામાં પીવાના પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા પ્રોજેકટ હેઠળ ઉપલેટાથી રાણાવાવ અને રાણાવાવથી પોરબંદર ૧૧૯ કરોડની બલ્ક પાઇપ લાઇનનો શિલાન્યાસ ચોપાટી ખાતે વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યા છે.

જિલ્લા કલેકટશ્રી મુકેશ પંડયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમોની સફળતા અને સુચારૂ આયોજનની અને વ્યવસ્થાઓ માટે વિવિધ કમીટીઓના અધિકારીઓને કામગીરી સોપવામાં આવી છે.કાર્યક્રમના સ્થળે વિવિધ વિભાગો દ્વારા સાધન સહાય વિતરણ માટે સ્ટોલ બનાવવામાં આવેલ છે. સરકારશ્રીની સહાય મેળવી પગભર થયેલા ઉદ્યમીઓ તેમની સકસેસ સ્ટોરી પણ રજુ થઇ હતી. 

પોરબંદર જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામા મુખ્યમંત્રીશ્રીના હસ્તે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનાં ૨૦૭૯, ઉધોગ અને ખાણ વિભાગ ૨૩૧, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ૯૪૦ મળી કુલ ૩૬૧૯ લાભાર્થીઓને રૂ.૧.૪૭ કરોડની સાધન સહાય હાથોહાથ અપાઇ હતી.

પોરબંદર જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં સહાયકારી યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રેસર કુકર પણ આપવામા આવી છે. ગયા વર્ષના ૨૦૧૭ના મેળાની સરખામણીએ આ વર્ષ રૂ. ૪.૩૧ કરોડની વધારે સહાય ચુકવવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં મેળા પુર્વે કૂલ ૧૩૩૩૧ લાભાર્થીઓને કૂલ ૧૦.૮૧ કરોડની સાધન સામગ્રી ચુકવવામાં આવેલ છે.પોરબંદર જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા પુર્વે અને મેળા દરમ્યાન  કૂલ ૧૬૯૫૨ લાભાર્થીઓને કૂલ રૂ.૧૨,૨૮,૪૫૪ની સાધન સામગ્રી સહાયનું વિતરણ થશે.

પોરબંદર જિલ્લાને જોડતી ઉપલેટાથી રાણાવાવ રૂ. ૧૧૯ કરોડની ૬૪ કીલોમીટર બલ્ક પાઇપલાઇન યોજનાનો શિલાન્યાસ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ચોપાટી ખાતેથી કર્યા બાદ પાણી પુરવઠા વિભાગ ગુજરાત વોટર ઇન્ફ્રાકચર લીમીટેડ દ્વારા આ પ્રોજેકટ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવનાર છે.

પોરબંદર શહેર માટે આગામી ઉનાળાના સમયમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય  તે પહેલા પોરબંદર શહેરની પીવાના પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા હેતુ આ પ્રોજેકટની પાઇપલાઇન પૂર્ણ કરીને માર્ચ પહેલા પાણી આપવાનું સરકારશ્રીનું આયોજન છે.આ યોજના અંતર્ગત નાવડાથી ઉપલેટા પાઇપલાઇન રાણાવાવ અને કુતિયાણા શહેર તથા સંલગ્ન જૂથ પાણી પુરવઠા યોજનાના ગામોથી પીવાના પાણીની જરૂરીયાત સંતોષવા ડી-નેટવર્ક બલ્ક પાઇપલાઇન અંતિમ છેડા ઉપલેટાથી કુતિયાણા અને રાણાવાવ સુધી પાઇપલાઇન નાખવાનું આયોજન છે.

આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, પાણી પુરવઠા રાજય મંત્રી શ્રી પરબતભાઇ પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઇશ્વવરસિંહ પટેલ, પ્રભારી સચિવ શ્રી પંકજ જોષી ,અગ્ર સચિવ શ્રી જે. પી. ગુપ્તા, ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ છે.(૪.૭)

(2:40 pm IST)