Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ સેવા દ્વારા ૧૧ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન.

તા.૧૦થી ૩૧ ડિસેમ્બર સુધી ફોર્મ વિતરણ કરાશે

 મોરબી જિલ્લાના રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી (મહાસભા ) દ્વારા વિ.સં. ૨૦૭૯ મહાવદ ૮ તા. ૧૪|૦૨|૨૦૨૩ને મંગળવારના રોજ ૧૧ દિકરીઓના સમુહ લગ્નનુ આયોજન કરવામા આવેલ છે.

આ સમૂહ લગ્નમાં મોરબી જિલ્લાના રામાનંદી સાધુ સમાજની દિકરીઓનો જ સમાવેશ કરવામા આવશે. અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા પરિવાર તેમજ માતા પિતા વગરની દિકરી, વિધવા માતાની દિકરીઓ આ સમૂહ લગ્નમાં ભાગ લઈ શકશે.
 ફોર્મ વિતરણ તારીખ ૧૦|૧૨|૨૦૨૨ થી ૩૧ ૧૨|૨૦૨૨ સુધી કરાશે. ફોર્મ એકજ દિવસે જમા કરાવવાનુ રહેશે. ફોર્મ જમા કરાવવાની તારીખ ૦૮|૦૧|૨૦૨૩ને રવિવાર સમય સવારે ૧૦|૦૦થી ૦૧|૦૦ સુધી અને બપોર બાદ ૦૪|૦૦થી ૦૬|૦૦ સુધી રહેશે. તે પછી ફોર્મ સ્વીકારવામા આવશે નહી. ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટેનુ સરનામુ શ્રી રામાનદી સાધુ સેવા સમિતી (મહાસભા) કાર્યાલય, ખાખીની જગ્યા પસંદ ચા ઉપર, નવાડેલા રોડ, મોરબી રહેશે. વધુ વિગત માટે મનિષભાઈ દેવમુરારી મો.નં. 9978615594 અથવા ભક્તીરામભાઈ નિમાવત મો.નં. 9979999098 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:25 am IST)