Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જેતપુરના જેતલપુર ઓવરબ્રિજમાં યુવાનનું ગળાફાંસો ખાધેલી લાશ મળી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૨: જેતપુરના જેતલસર રેલ્‍વે ઓવરબ્રિજ ઉપર કોઈ અજાણ્‍યા યુવાન ની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી હોવાની માહિતી તાલુકા પોલીસને મળતા પોલીસે ઘટના સ્‍થળે પહોંચી લાશને નીચે ઉતારી તપાસ કરતા તેની પાસેથી તેની ઓળખાણ નું કોઈ ડોક્‍યુમેન્‍ટ ન મળેલ માત્ર રોકડા રૂપિયા મળેલ હોય યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડેલ.

આ અંગે તપાસ કરતા તે યુવાન પરપ્રાંતીય હોય કોઈ કારણોસર તેમણે પોતાના શર્ટ વડે ગળાફાંસો ખાધેલ હોવાનું માલુમ પડેલ આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

આ યુવાનને કોઈ ઓળખતું હોય તો તાલુકા પોલીસને ફોન નંબર ૦૨૮૨ ૩૨૨૦૬૬૧, ઉપર જાણ કરવા જણાવ્‍યું છે.

(4:37 pm IST)