Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ખંભાળિયાના આહીર સિંહણ ગામે ચૂંટણી સંદર્ભે યુવાન ઉપર હુમલો

જામ ખંભાળિયા, તા. ૦૨ : આ સમગ્ર પ્રકરણ અંગે તાલુકાના આહિર સિંહણ ગામે રહેતા રામશીભાઈ કરસનભાઈ ચાવડા નામના ૩૫ વર્ષના યુવાને આ જ ગામના ભીમશી ભોલા ચાવડા, રામ રાયદે ચાવડા, દેવાત વિક્રમ ચાવડા અને લખમણ ભોલા ચાવડા નામના ચાર શખ્‍સો સામે તેમને ગાળો કાઢયાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ નોંધાવી છે. વિગત મુજબ ફરિયાદી રામશીભાઈ તેમના મિત્ર માલદેભાઈ સાથે ગઈકાલે ગુરુવારે મતદાન કરવા ગયા હતા. બાદમાં તેઓ અહીં આમ આદમી પાર્ટી જીતશે તેવી વાત કરતા હતા. જે અંગેની શરત મારવાનું કહેતા ફરિયાદી રામશીભાઈએ શરત મારવાની ના પાડી હતી.

અહીં ઊભેલા આરોપી ભીમશી ચાવડાએ ફરિયાદી રામશીભાઈને કહ્યું હતું કે ‘તારામાં તાકાત હોય તો શરત લગાવને' જેથી તેમણે ના કહી હતી. આ બાબતે થયેલી બોલાચાલી બાદ આ સ્‍થળે આવી ગયેલા અન્‍ય ત્રણ શખ્‍સો રામભાઈ, દેવાતભાઈ અને લધખમણભાઈએ એકસંપ કરીને તેમને ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપ્‍યાનું ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવવા અંગે ખંભાળિયા પોલીસે ચારેય શખ્‍સો સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ જે.પી. જાડેજાએ હાથ ધરી છે.

ભાતેલ ગામે દવાનો છંટકાવ કરતા વિપરીત અસરથી શ્રમિક યુવાનનું મૃત્‍યુ

ભાતેલ ગામે રહેતા કિશનભાઈ આલાભાઈ મુછડીયા નામના ૨૧ વર્ષના શ્રમિક યુવાન બુધવારે રાત્રિના સમયે પાકમાં નાખવાની ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યા હતા, ત્‍યારે તેમને વિપરીત અસર થતા સારવાર દરમિયાન તેમનું મળત્‍યુ નિપજ્‍યું હતું. આ બનાવની જાણ મળતકના મોટાભાઈ વિજયભાઈ આલાભાઈ મુછડિયાએ અહીંની પોલીસને કરી છે.

લેન્‍ડ ગ્રેબીંગની ફરિયાદ પાછી લેવા બાબતે ભાડથરના યુવાન પર હુમલો

ભાડથર ગામે રહેતા નાગાભાઈ અરસીભાઈ ગોજીયા નામના ૩૦ વર્ષના યુવાને અગાઉ લેન્‍ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ કરી હતી. જે પરત લેવા બાબતે થયેલી બોલાચાલી બાદ આ જ ગામના દેવરખી કરણા ગોજીયા, રણમલ કરણાભાઈ ગોજીયા અને કતુબેન રણમલ ગોજીયા ગામના ત્રણ પરિવારજનોએ એક સંપ કરી, દાતરડા તથા પથ્‍થરના છુટ્ટા ઘા મારી, નાગાભાઈ ગોજીયાને ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

(1:29 pm IST)