Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જામનગરમાં સામાન્‍ય બોલાચાલીમાં એક ભાઇની હત્‍યા : બીજો ભાઇ ગંભીર

પ થી ૬ અજાણ્‍યા શખ્‍સોની શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: સિકકા પોલીસ સ્‍ટેશનમાં દેવદાસ ભાયાભાઈ રાજાણી, ઉ.વ.ર૬, રે. સરમત પાટીયા ચંદરીયા સ્‍કુલની સામે ચારણ નેશ, જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી દેવદાસભાઈ ગોરધનપર ગામના પાટીયા પાસે બંગાળીની હોટલે જમવા માટે ગયેલ  હોય અને તે હોટલે અગાઉથી આરોપી અજાણ્‍યા ત્રણ ઈસમો જમવા માટે બેઠેલ હોય અને જમવાના ઓર્ડર આપવા બાબતે ફરીયાદી દેવદાસભાઈ તથા સાહેદ સાથે બોલાચાલી તથા ગાળા ગાળી કરી આરોપી અજાણ્‍યા ત્રણ ઈસમો પૈકી બે ઈમસોએ ખીમરાજને પકડી રાખી એક ઈસમે છરી વડે આડેધડ શરીરે પેટના ભાગે તથા છાતીના ભાગે ઘા મારી તથા  સાહેદો તથા ફરીયાદી દેવદાસભાઈ ખીમરાજને છોડાવવા વચ્‍ચે પડતા  સાહેદ/ફરીયાદી દેવદાસને પણ શરીરે આડેધડ છરી ના ઘા કરી ગંભીર ઈજા કરી તેમજ ખીમરાજનું મોત નિપજાવી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી તથા આરોપી ત્રણ અજાણ્‍યા ઈસમો તેની અર્ટીગા કાર જેના રજી.નં.જી.જે.૧૦-ડી.ઈ.-૯૧૮૭માં બેસીને નાશી જઈ ગુનો કરેલ છે.

(1:28 pm IST)