Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જામનગર આશાદીપ વિકલાંગ કલ્‍યાણકારી ટ્રસ્‍ટના સદસ્‍યો દ્વારા ઉત્‍સાહભેર મતદાન

જામનગર તા.૨ :  ગુજરાત વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત આશાદીપ કલ્‍યાણકારી ટ્રસ્‍ટ, જામનગરના પ્રમુખ તેમજ દિવ્‍યાંગ  પ્રતિનિધિ સત્તારભાઈ, મહિલા દિવ્‍યાંગ અધિકારી સમિતિ પ્રમુખ  પ્રફુલાબેન મંગી, જોયસર મંગી, ચંદ્રિકાબેન જોયસર, સોનિયા શર્મા, કમલેશ ચાંદ્રા તેમજ અન્‍ય દિવ્‍યાંગ સદસ્‍યો દ્વારા લોકશાહીના મહાપર્વ પર ઉત્‍સાહભેર મતદાન કરવામાં આવ્‍યું હતું.

 આશાદીપ વિકલાંગ કલ્‍યાણકારી ટ્રસ્‍ટના  પ્રમુખ સતારભાઈએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્‍યાંગ મતદારો માટે કરવામાં આવેલી વિશિષ્ટ વ્‍યવસ્‍થા અને દિવ્‍યાંગ મતદાન બુથ સેવાની પ્રશંશા કરી હતી. તેમજ લોકશાહીના હિત-રક્ષણ માટે દિવ્‍યાંગ સમુદાયને ૧૦૦% મતદાન કરીને રાષ્‍ટ્રહિતમાં તેમની ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો.

(2:18 pm IST)