Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

અમરેલી જીલ્લામાં સૌથી વધુ રાજુલા-જાફરાબાદઃ સૌથી ઓછુ લાઠી-બાબરામાં મતદાન

મતદાનની પ્રક્રિયા ધીમી, ઇવીએમ બટનમા ખરાબી સાથે સામાન્‍ય ફરિયાદો વચ્‍ચે શાંતિપૂર્ણ મતદાન થયું

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર : કયાંક મતદાનની પ્રક્રિયા ધીમી હોય તો કયાંક ઇવીએમનું બટન કડક હોય તેવી નાની મોટી ફરીયાદો સાથે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબકકામાં અમરેલી જિલ્લાની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા મળી કુલ પાંચેય બેઠકોમાં પ૭.પ૯ ટકા મતદાન થયું હતું.

જિલ્લામાં સૌથી વધુ રાજુલા જાફરાબાદ, ખાંભા બેઠકમાં ૬૪.ર૪ ટકા અને સૌથી ઓછું ધારી, બગસરા, ખાંભા વિધાનસભા બેઠકમાં પર.૮૩ ટકા મતદાન થયુ હતું. જયારે લાઠી, બાબરા બેઠકમાં પ૮.૬૭ અને સાવરકુંડલા, લીલીયા બેઠકમાં પ૪.૧૮ જયારે અમરેલી બેઠકમાં પ૬.પ૦ ટકા મતદાન થયું હતું.

ધારી બેઠકમાં પુરૂષો દ્વારા ૬પ૪૮પ અને પર૦૪૭સ્ત્રીઓ તથા અન્‍ય ૩ મળી કુલ ૧૧૭પ૩પ મત પડયા હતા. જયારે અમરેલીમાં ૮૬૧૯૮ પુરૂષો ૭ર૧૧રસ્ત્રીઓ મળી કુલ ૧પ૮૩૧૦ મતો પડયા હતા જયારે લાઠીમાં ૬૯૮૦ર પુરૂષો પ૮૦૦૮સ્ત્રીઓ મળી કુલ ૧ર૭૮૧૦ મત પડયા હતા.

જયારે સાવરકુંડલામાં ૭૬૦૯૯ પુરૂષો અને ૬૧૬૪૮સ્ત્રીઓ મળી કુલ ૧૩૭૭પ૧ અને રાજુલા બેઠકમાં ૭૩ર૪૬ પુરૂષો તથા ૮૦પ૧૧સ્ત્રીઓ મળી ૧૭૩૭પ૭ મત પડયા હતા. આમ ધારીમાં પર.૮૩ જયારે અમરેલીમાં પ૬.પ૦, લાઠીમાં પ૮.૬૭, સાવરકુંડલામાં પ૪.૧૮, રાજુલામાં ૬૪.ર૪ ટકા મતદાન થયાનું જાણવા મળ્‍યું છેે.

(1:21 pm IST)