Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ગીર સોમનાથ જીલ્લામાં ૬ર.૮ર ટકા મતદાન

સૌથી વધુ સોમનાથ ૬૯.૭ર, સૌથી ઓછું કોડીનાર પ૭.૩ર : કુલ ૬,ર૭,૯૧૮ મતદારોએ મતદાન કર્યુ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨: ગીર સોમનાથ જીલ્લા માં સાંજે પ વાગ્‍યા સુધીમાં સરેરાશ મતદાન ૬ર.૮ર ટકા મતદાન થયેલ હતું સૌથી વધારે મતદાન સોમનાથ સીટમાં ૬૯.૭૪ સૌથી ઓછું કોડીનારમાં પ૭.૩ર ટકા મતદાન થયેલ હતું ૬,ર૭,૯૧૮ મતદારોએ મતદાન કરેલ હતું.

ગીર સોમનાથ જીલ્લા માં સવારે ૮ વાગ્‍યાથી સાંજે પ વાગ્‍યા ૯ કલાકમાં આખા જીલ્લા માં ૬ર.૮ર ટકા મતદારોએ મતદાન કરેલ હતું સૌથી વધારે સોમનાથ સીટ માં મતદાન થયેલ હતું જેમાં પુરૂષો ૯૪૮૭૭,સ્‍ત્રીઓ ૮૮પ૬પ અન્‍યય ર કુલ ૧,૮૪,૪૪૪ નું ૬૯.૭૪ ટકા મતદાન થયેલ હતું.

તાલાલા સીટમાં ૬૦.ર૩ ટકા મતદાન થયેલ હતું જેમાં પુરૂષો ૭૪૭ર૭, સ્‍ત્રીઓ ૬૬૭૪૮ કુલ ૧,૪૧,૪૭પ મતદારોએ મતદાન થયેલ હતું.  

કોડીનારમાં પ૭.૩ર ટકા મતદાન થયેલ હતું જેમાં પુરૂષો ૬૮૮ર૮, સ્‍ત્રીઓ ૬પ૮૧૭ કુલ ૧,૩૪,૪૪પનું મતદાન થયેલ હતું.

ઉનામાં ૬૩.૧૧ ટકા મતદાન થયેલ હતું જેમાં પુરૂષો ૮૭૯૪૮, સ્‍ત્રીઓ ૮૦૬૦૬ કુલ રૂા.૧,૬૮,પપ૪નું મતદાન થયેલ હતું.

ર૦૧૭ કરતા ઓછું મતદાન થયેલ છે તેમ તંત્રએ જણાવેલ હતું.

(1:19 pm IST)