Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જુનાગઢ ધોબી સમાજ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન સંપન્ન

બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો :સ્ત્રીભળણ હત્‍યા ન કરવા શપથ લીધા

જૂનાગઢ તા. ૨ : સમસ્‍ત હિન્‍દુ ધોબી સમાજ યુવક મંડળ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત છઠ્ઠા સમૂહ લગ્ન ઉત્‍સવ ભવનાથ ખાતે  યોજાયા હતા. જેમાં ધોબી સમાજના યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાં દ્વારા નવદંપતીઓનેસ્ત્રીભળણ હત્‍યા ન કરવા બેટી બચાવવાનો હતો સંકલ્‍પ લેવડાવ્‍યા હતા. આ ઉપરાંત  રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં ૪૮૦૦ શી શી રક્‍ત એકઠું થયેલું હતું.

તેમજ લંડનથી પધારેલ શરદભાઈ ચુડાસમા એ જણાવેલ કે આપણા સમાજના  યુવાનોમાં પાન, બીડી, તમાકુ, ગુટકા જેવા વ્‍યસનથી મુક્‍ત રહેવા માટે શીખ આપેલ હતી.

આ સમૂહ લગ્નમાં દરેક દીકરીઓને સોનાના દાણા, કબાટ,  સેટી પલંગ, ડ્રેસીંગ ટેબલ, એલ.ઇ.ડી. ટીવી, એક ગ્રામ સોનાના મંગલસૂત્ર, ટેબલ ફેન વગેરે૧૦૦ જેટલી વસ્‍તુઓ આપવામાં આવેલ હતી.

આ સમૂહ લગ્નમાં દીપકભાઈ વારા પોરબંદર, નિલેશ ચંદ્રકાંતભાઈ શિરોયા મુંબઈ, શ્રેયાંશ ભાઈ વાઘેલા રાજકોટ, ધીરુભાઈ ગોહેલ ધોરાજી, મનસુખભાઈ જેઠવા જેતપુર, અનિલભાઈ ચાવડા ભાવનગર, ધીરુભાઈ મારું અમરેલી, ચુનીભાઇ પટેલ અમદાવાદ, કિશનભાઇ પરમાર માંગરોળ, ચિરાગભાઈ વાજાં અમદાવાદ, હંસાબેન પરમાર માંગરોળ,  રમણીક ભાઈ મોડાસિયા રાજકોટ, વિનુભાઈ સોલંકી સાસણ, મનીષભાઈ પરમાર ઉના, બટુકભાઈ ચુડાસમા ઉના, બાબુભાઈ વાળા મહુવા, ચંદ્રિકાબેન ચુડાસમા, જેઠાભાઇ ચુડાસમા તાલાળા, મનસુખભાઈ સોલંકી, અશોકભાઈ પરમાર જુનાગઢ ખાતે ધોબી સમાજના ગામે ગામના પ્રમુખઓ, ટ્રસ્‍ટીઓ, આગેવાનઓ વગેરે ખાસ ઉપસ્‍થિત રહેલા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, પ્રજ્ઞેશભાઈ વાજા, છોટુભાઈ વાજા, જેન્‍તીભાઈ બ્રહ્માણી, લખાભાઈ સોલંકી, અલ્‍પેશભાઈ પરમાર, હિતેશભાઈ વાજા, પરશુરામભાઈ ચૌહાણ, હસુભાઈ મારુ, અનિલભાઈ ગોહિલ, મધુભાઈ વાળા, દેવેન મયુર, ગોપાલભાઈ સોલંકી, રોનકભાઈ વાજા, મનસુખભાઈ નાનજીભાઈ, જય ભાઈ સોલંકી, કિરીટભાઈ વાજાં, બાબુલભાઈ વાજાં, સંજયભાઈ વાજા, સુરેશભાઈ વાઘેલા, નટુભાઈ વાજા, જગત ભાઈ વાજા,અનિલ ભાઈ સોલંકી, અશોકભાઈ વાજા, જીતુભાઈ વાજા વગેરેએ જહેમત ઉઠાવેલ. અંતમાં સમાજના સર્વે એ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા અનુરોધ કરવામાં આવેલ.

(1:18 pm IST)