Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

વેરાવળમાં બોગસ વોટીંગની અફવા ફેલાતા થતા ભારે બબાલ

મતદાન મથકો ઉપર મોટી સંખ્‍યામાં ઉમટી પડતા પોલીસનો ખડકલોઃ કોઈ બબાલ નથી શાંતિપુર્ણ મતદાન થયેલછે : પી.આઈ ઈશરાણી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨: શહેરમાં બે જગ્‍યાએ બોગસ મતદાન થતું હોય તેવી અફવા ફેલાતા મોટી સંખ્‍યામાં રાજકીય પક્ષાનો કાર્યકરો ઉમટી પડતા મોટી સંખ્‍યામાં પોલીસ ખડકલો થઈ ગયેલ હતો એકાદ કલાક સુધી બન્‍ને મતદાન મથકો ઉપર બબાલ ચાલુ રહેલ હતું.

વેરાવળ શહેરમાં બસ સ્‍ટેન્‍ડ રોડ ઉપર આવેલ કે.કે.મોરી સ્‍કુલ,રેયોન સ્‍કુલમાં મતદાન પુરૂ થવાની ગણતરી હતી ત્‍યારે બોગસ વોટીગથતું હોય તેવી અફવા ફેલાતા મોટી સંખ્‍યામાં રાજકીય પક્ષોના કાર્યકરોઆવી ગયેલ હતા અને મોટી બબાલ થયેલ હતી સ્‍થળ ઉપર સુરક્ષા સ્‍ટાફ ઓછો હોય જેથી આવી પહોચેલા તમામ કાબુમાં લેવામાં ભારે મુશ્‍કેલી થયેલ હતી અચાનક આ બબાલ થતા બસ સ્‍ટેન્‍ડ રોડ ઉપર ટોળાઓ જમા થયેલ હતા જેથી વધારાના પોલીસ ફોર્સ તાત્‍કાલીક આવી જતા મતદાન મથકેથી તમામને ખસેડેલ હતા પણ બસ સ્‍ટેન્‍ડ રોડ ઉપર એકાદ કલાક સુધી ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

ઉમટી પડેલા ટોળાએ જણાવેલ હતું બન્‍ને જગ્‍યાએ મોટી સખ્‍યામાં વોટીગ થતું હોય તેવી અફવા ફેલાતા દોડી આવેલ હતા તેમાં અમુક લોકો પાછળની દીવાલ કુદીને જતા રહેલ હોય બે જણા પકડાય જતા તેમને માર પણ પડેલ હોય તેવું સ્‍થળ ઉપર નજરે જોનારાઓએ જણાવેલ હતું બનાવની જાણ થતા ભાજપના માનસીગ પરમાર, કોંગ્રેસના વિમલ ચુડાસમા, આમ આદમી ના જગમાલ વાળા બનાવ નાસ્‍થળે આવી પહોચેલ હતા તેમને જણાવેલ હતું કે કોઈપણ બબાલ થયેલ નથી સાંજે પ વાગ્‍યે મતદાન પુર્ણ થતું હોય પણ મતદારો વધારે હોય જેથી ડેલો બંધ કરવો પડેલ હોય અંદર મતદાન ચાલુ હતું જેથી ખોટી અફવાઓ ફેલાતા કાર્યકરો ભેગા થઈ ગયેલ હોય ત્રણેય ઉમેદવારો પણ બનાવના સ્‍થળે આવી પહોચતા કાર્યાલયએ જાણ થતા મોટી સંખ્‍યામાં કાર્યકરો ઉમટી પડેલ હતા બીજુ કોઈપણ બબાલ માથાકુટ થયેલ નથી સમગ્ર શહેરમાં શાંતિપુર્ણ મતદાન થયેલ છે.

આ બનાવ અંગે વેરાવળ સી.ટી.પી.આઈ ઈશરાણી એ જણાવેલ હતું કે ત્રણેય ઉમેદવારો એક સાથે બન્‍ને સ્‍થળે આવી ગયેલ હોય જેની મોટી સંખ્‍યામાં કાર્યકરો આવી ગયેલ હોય કોઈ માથાકુટ નથી બબાલ નથી બન્‍ને જગ્‍યાએ શાંતિપુર્ણ મતદાન પુર્ણ થયેલ છે મોટી સંખ્‍યામાં કાર્યકરો આવી જતા વધારાનો બંદોબસ્‍ત આવેલ હતો શહેરભરમાં કોઈપણ જાતની બબાલ માથાકુટ થયેલ નથી આખા વિસ્‍તારમાં શાંતિ પુર્ણ મતદાન પુર્ણ થયેલ છે.

પોલીસનો ભારે કાફલો આવી જતા બન્‍ને મતદાન મથકોએ વાતાવરણ હળવું થયેલ હતું.

(1:17 pm IST)