Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ચૂંટણીમાં ‘મતભેદ' જરૂર હોય પણ ‘મનભેદ' રાખતા નહીં : વિરજીભાઇ ઠુંમર

રાજકોટ તા. ૨ : લાઠી બાબરાના કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઇ જણાવ્‍યું છે કે લાઠી બાબરા દામનગર મત વિસ્‍તારના સૌ જાગળત મતદારોએ ગુજરાત રાજ્‍યના વિધાનસભા ની પહેલા  ચરણની ચુટણીમાં કોઈપણ પ્રકારની લોભ લાલચ કે કોઈના દાબ દબાણ કે ધમકીથી ડયાઁ વગર જે ઉત્‍સાહ પૂવઁક અને ખુબ શાંતિમય રીતે જે મતદાન કયુઁ છે.આપણા ભારત ના બંધારણ અને સંવિધાનમા આ એક ચુટણી નો મહાપવઁ અને લોકશાહી મા ફક્‍ત એક મત રુપી હથીયાર આપડી પાસે રહ્યું છે.તે મત રુપી હથીયાર લઈને સૌએ આ મતદાન ના મેદાનમાં ઉતરવાનુ હોય અને અત્‍યાચાર તાનાશાહો વિરુધ્‍ધ મતદાન કરીને આ રાજ્‍યની દરેક જનતા લડી છે. લોકો મતદારો ઈચ્‍છે એના હાથમાં સતા ચોંપવાનીએ આ ચુટણીના લોકશાહી અવસરના મહાપર્વ મા આપણે સૌ સહભાગી બનવાનો આપણે અવસર પ્રાપ્ત કયો હતો.

લાઠી બાબરા દામનગર મત વિસ્‍તાર ના દરેક ગ્રામજનો મતદારો એ મને ખુબ સાથ સહકાર આપ્‍યો છે.અને ખુબજ ઉત્‍સાહ થી શાંતિમય રીતે મતદાન કયુઁ છે તે બદલ હૃદયથી આભાર માનું છુ.

બીજા ચરણનુ મતદાન તા.૦૫ને સોમવાર ના રોજ છે. તો આપના સગા સંબંધી તોહીઓ જયા જયા રહેતા હોય એમને ફોન કરી ને  કોંગ્રેસ પક્ષ ના પંજા ના  નિશાન ઉપર મતદાન કરવા અપીલ કરી છે.

ચુટણીમા ‘મતભેદ'જરૂર હોય પણ આપના ગામમા ભાઇઓ કુટુંબમાં કોઈ સાથે આ ચુટણી માટે  ‘મનભેદ' રાખતા નહી અને સૌ હળીમળીને સાથે રહેજો,આપના ગામના વિકાસમાં સૌ એકમેક થઈને કામ કરજો.તેમ અંતમાં વિરજીભાઇ ઠુમ્‍મર લાઠી બાબરા મત વિસ્‍તાર કોંગ્રંસ ઉમેદવારએ જણાવ્‍યું છે.

(1:17 pm IST)