Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સીદી સમાજે પરંપરાગત વષાોમાં સજ્જ થઇને મતદાન કર્યું

તાલાલા-પ્રભાસપાટણ,તા.૨ : વિધાનસભાના મહાપર્વમાં ભાગીદારી નોંધાવવા માટે મતદારોની કતાર લાગી છે ત્‍યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર શ્રી રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ૯૧-તાલાલા વિધાનસભા મતવિસ્‍તારના માધુપુરમાં ઉભા કરાયેલા ‘વસુધૈવ કુટુમ્‍બકમ' મતદાન મથક ખાતે પણ સીદી સમુદાયના મતદારોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

 ‘વસુધૈવ કુટુમ્‍બકમ' વિશિષ્ટ મતદાન મથકના નોડલ ઓફિસર શ્રી જે જે કનોજીયાએ દિવ્‍યાંગ, દ્રષ્ટિહિન તેમજ સીદી સંસ્‍કળતિની ઝલક દર્શાવતા મતદારોને લોકશાહીનો આ અવસર સાર્થક બનાવવા બદલ ભારતના ચૂંટણીપંચ વતી આભાર વ્‍યક્‍ત કરતું પ્રમાણપત્ર આપી બીરદાવ્‍યા હતાં.

 લોકશાહીના મહાપર્વમાં સર્વ પોતાનું યોગદાન આપે એવા હેતુથી તૈયાર કરાયેલું આ વિશિષ્ટ મતદાન મથક આફ્રિકાથી આવીને વસેલા એવા સીદી સમુદાયની સંસ્‍કળતિ દર્શાવતું ‘વસુધૈવ કુટુમ્‍બકમ' મતદાન મથક માધુપુર ખાતે તૈયાર કરવામાં આવ્‍યું છે. આ વિશિષ્ટ મતદાન મથકના એક મંડપમાં સીદી સમાજને લગતા વાદ્યો, તેમની સંસ્‍કળતિ સાથે જોડાયેલા ચિホો અને વસ્‍તુઓ સજાવવામાં આવી છે. જેથી અન્‍ય મતદારો પણ સીદી સમાજના સદીઓ જૂના ભવ્‍ય ભૂતકાળની ઝલક  જોવા મળી હતી. (તસ્‍વીર-અહેવાલ : દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ) સરદાર સિંહ ચૌહણ (તાલાલા))

(1:15 pm IST)