Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

પાલીતાણાના રાણપુરડા ગામે વરરાજા, ૫૦ જેટલા પરિવારો સાથે વાજતે ગાજતે મતદાન મથકે આવ્‍યા

લોકશાહીના મહાપર્વનો સાથે સાથે લગ્નસરાની સિઝન પણ ચાલી રહી છે, પરંતુ લગ્નના અવસરની સાથે લોકશાહીના અવસરને પણ પોતાની ફરજ સમજી વરરાજા જાનૈયા સાથે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્‍યા હતા. પાલીતાણા તાલુકાના રાણપુરડા ગામે મકવાણા પરિવારમાં લગ્નનો અવસર હોય ખૂબ જ વ્‍યસ્‍તતા હોય પરંતુ વરરાજા રાજેશ મકવાણાએ મતદાનને પણ અગત્‍યનું સમજી તેમના પરિવારના સભ્‍યો સાથે પીઠી ભર્યા વરરાજા મતદાન કરવા માટે ઢોલ શરણાઈ સાથે મતદાન મથકે પહોંચ્‍યા હતા. ઢોલના તાલે વરરાજા મતદાન મથકે પહોંચતા સૌ કોઈ અચંબિત થયા હતા. વરરાજાએ જણાવ્‍યું હતું કે લગ્નનો અવસર મહત્‍વનો છે જ પરંતુ લોકશાહીનો અવસર પણ એટલો જ મહત્‍વનો છે, જેને લઈને તેઓ પીઠી ભર્યા હોવા છતાં મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્‍યા હતા.

(11:41 am IST)