Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ધોરાજીના ચિતોડના આર્મીમેન મનુભાઇ દયાતર શહિદ

પાર્થિવદેહને માન - સન્‍માનપૂર્વક અંતિમ સન્‍માન : મોટી સંખ્‍યામાં ગ્રામજનો દ્વારા શ્રધ્‍ધાંજલિ અર્પણ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨ : ધોરાજીના ચિતોડ ગામના આર્મીમેન મનુભાઇ દયાતર શહિદ થતાં તેમને પોતાના વતનમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી.

સદગત જવાનનાં પાર્થિવ શરીરને તેમનાં ધોરાજી પાસે આવેલ ગામ લઇ જવા માટે દિલ્‍હી - રાજકોટ ફલાઇટમાં એરપોર્ટ પર લાવવામાં આવલ. ત્‍યાંથી વીર જવાન શહીદના પાર્થ થયું તેને તેના વતન ધોરાજી તાલુકાના ચિતોડ ગામ ખાતે લઈ આવવામાં આવતા પ્રથમ ધોરાજીમાં વીર શહીદ જવાનના પાર્થિવ દેહ ને ધોરાજી લાવતા સરકારી જિલ્લા વહીવટી તંત્ર વિભાગમાંથી કે એચ દેસાઈ તેમજ મહેન્‍દ્રભાઈ ડોડીયા તેમજ ધોરાજીના કોર્સ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરૂધ્‍ધ ગોહિલ પીએસઆઇ જાડેજા તેમજ નિવૃત્ત આર્મી ગંભીરસિંહ વાળા વગેરે મોટી સંખ્‍યામાં લોકો યાત્રામાં જોડાઈ વીર જવાનને શ્રદ્ધાંજલિ હતી.

એસ ડી એમ કચેરીના મહેન્‍દ્રભાઈ ડોડીયા અને કે એચ દેસાઈ એ માહિતી આપવા જણાવેલ કે, સદગતનાં પાર્થિવ શરીરને જામનગર આર્મી બ્રિગેડ મુખ્‍યાલયના જવાનો રાજકોટ એરપોર્ટથી સંપૂર્ણ આર્મી સન્‍માન સાથે તેમનાં વતન ચીચોડ ગામે લઈ જવાબ આવશે આ સાથે મનન ભટ્ટ (જનરલ સેક્રેટરી સૂર્યોદય માજી સૈનિક મહામંડળ) તેમની ટીમ તેમજ ધોરાજીની વિવિધ સંસ્‍થા આગેવાનો શહેરની સેવાકી સંસ્‍થાઓ હોમગાર્ડ જવાનો પોલીસ જવાનો નિવૃત્ત આર્મીમેન જવાનો વિગેરે મોટી સંખ્‍યામાં વીર શહીદ યાત્રામાં જોડાયા હતા.

 

(11:35 am IST)