Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

નિરસ મતદાન કોને ફળશે? કોને નડશે? જબરી ચર્ચા

પ૪ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને ‘આપ' ના ઉમેદવારોએ જાહેરસભાઓ ગજવ્‍યા બાદ હવે ૮ મીએ પરિણામ ઉપર નજર : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અટકળો અને અનુમાનોની આંધીઃ પરિવર્તન કે પુનરાવર્તન

રાજકોટ તા. ર :. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલે પ૪ બેઠકો માટેની  ચૂંટણી થયા બાદ હવે નિરસ મતદાન કોને  ફળશે? કોને નડશે? તેની  ભારે ચર્ચા થઇ રહી છે. અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અટકળો અને અનુમાનોની આંધી થઇ રહી છે.

ગઇકાલે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે જુદા જુદા મતદાન કેન્‍દ્રો ખાતે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્‍યુ હતું જો કે આ વખતે મતદાનની ટકાવારીમાં  ઘટાડો થયો છે. જેના કારણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાં ચિંતા વ્‍યાપી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : વિધાનસભા સામાન્‍ય ચૂંટણી -ર૦રર ને લઇ જામનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબકકાનું મતદાન પુર્ણ થયું છે. જેમાં જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્‍તાર પર અંદાજિત સરેરાશ કુલ પ૩.૯૮ ટકા મતદાન નોંધાયું છે. જેમાં ૭૬-કાલાવડમાં પ૩.પ૮ ટકા, ૭૭-જામનગર (ગ્રામ્‍ય)માં પ૩.૮૩ ટકા, ૭૮ જામનગર (ઉતર)માં પપ.૯૬ ટકા, ૭૯-જામનગર (દક્ષિણ)માં ૪૪.૬૩ ટકા અને ૮૦ જામજોધપુરમાં ૬૧.૭૩ ટકા મતદાન નોંધાયું છે. સમગ્ર જામનગર જિલ્લામાં આ સમયગાળામાં કોઇ અનિચ્‍છનીય બનાવ પામ્‍યો નથી. ઉપરાંત શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં અને ઉત્‍સાહપૂર્વક સમગ્ર મતદાન પ્રક્રિયા પુર્ણ થઇ છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ :.. કચ્‍છ વિધાનસભા બેઠક પર થયેલ મતદાનની ટકાવારી જોઇએ તો અબડાસા - ૬૩.૭પ ટકા, માંડવી-મુંદ્રા  ૬પ.૧૯ ટકા, ભુજ ૬૧.૬૩ ટકા, અંજાર ૬૪.૧૩ ટકા, ગાંધીધામ ૪૭.૪૧ ટકા, રાપર પ૮.૧૮ ટકા, સૌથી વધુ મતદાન માંડવી-મુંદ્રા ૬પ.૧૯ ટકા સૌથી ઓછું મતદાન કુલ મતદાન ગાંધીધામ ૪૭.૬૧ ટકા નોંધાયું છે.

કયાં કેલુ મતદાન

  જિલ્લાઓ  ટકા

કચ્‍છ         પપ.પ૪

સુરેન્‍દ્રનગર  ૬૦.૭૧

મોરબી       ૬૭.૬પ

રાજકોટ      પ૭.૬૮

જામનગર    પ૬.૦૯

દ્વારકા        પ૯.૧૧

પોરબંદર     પ૩.૮૪

જુનાગઢ     પ૬.૯પ

સોમનાથ    ૬૦.૪૬

અમરેલી     પ૭.૦૬

ભાવનગર   પ૭.૮૧

બોટાદ       પ૭.૧પ

 

(11:23 am IST)