Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રો.એમ.બી. કપોપરાનો વિદાય સમારંભ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૨ : કૃષિ યુનિવર્સીટી ની વિસ્‍તરણ શિક્ષણ નિયામકની કચેરી હસ્‍તક બેકરીશાળા આવેલી છે. પ્રો એમ. બી. કપોપરા ગીરગઢડા તાલુકાના વતની છે. તેમજ તેઓએ એમ.એસસી (ફૂડ એન્‍ડ ન્‍યુટ્રીશન)નો અભ્‍યાસ કરેલ આ બેકરીશાળામાં તેઓ ૩૫ વષેની સેવા આપેલ. તેઓએ છેલ્લા ૩૫ વષેથી બેકરીશાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવેલ. તેમના હસ્‍તક ૧૫ અઠવાડીયાનો ભાઈઓ તથા બેહનોનો બેકરી તાલીમ વર્ગ ૭૫ બેચમાં ૧૧૪૧ તાલીમાર્થીઓને તાલીમ આપેલ તેમજ ૩૭૬ અઠવાડીક બહેનોની તાલીમમાં ૬૪૯૫ બેહનોએ તાલીમ લીધેલ. આ ઉપરાંત કેમ્‍પસ ઉપર ૩૧૨ બેહનોના એકદિવસીય તાલીમ વર્ગમાં ૧૫૧૮૧ બેહનોએ તાલીમ લીધેલ અને જુદા જુદા સૌરાષ્‍ટ્રના ગામડાઓમાં ૧૮૮ તાલીમ વગેમાં ૯૧૮૭ બેહનોએ પ્રત્‍યક્ષ તાલીમ લીધેલ. આ સમય ગાળા દરમ્‍યાન ૪૦૨૫૧ ભાઈઓ - બેહનોએ પ્રો એમ. બી. કપોપરાના વડપણ હેઠળ મુલાકાત લીધેલ. તેઓએ ઘણા ભાઈઓ તથા બેહનોને તાલીમ આપેલ તેઓ બેકરી ઉદ્યોગ સ્‍થાપી કમાતા થયા છે. વિસ્‍તરણ શિક્ષણ નિયામક ડો.એચ.એમ. ગાજીપરાના અધ્‍યક્ષ સ્‍થાને તેઓને વિસ્‍તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી હેઠળ આવેલ સરદાર સ્‍મળતિ કેન્‍દ્ર, બેકરીશાળા, કોમ્‍યુનિટી રેડિયો સ્‍ટેશન તેમજ આઈ.ટી.આઈ એગ્રો કચેરીના જુદા જુદા અધિકારી / કર્મચારીઓએ સાલ, પળો તેમજ મોમેન્‍ટો આપી વિદાય આપેલ. તેઓનું માન.કુલપતિ, ડો.વી.પી.ચોવટીયાએ શાલ ઓઢાડી શુભેચ્‍છા પાઠવેલ તેમજ યુનિવર્સિટી અધિકારીઓ તેમજ સ્‍ટાફે તેઓને શુભેચ્‍છા પાઠવી હતી. આ ઉપરાંત તેઓએ ૧૫ રેડીયોટોક અને પ ટીવીટોક આપેલ ઉપરાંત ૨૦ લેખ તેમજ ૧૦ સકસેસ સ્‍ટોરીઓ વર્તમાન પત્રમાં તેમજ મેગેજીનમાં આપેલ. તેઓ યુનિવર્સિટીની જુદી જુદી કમિટીઓ, સેમિનારો વગેરેમાં ભાગ લીધો હતો તેમ ડો. જી.આર. ગોહિલની યાદીમાં જણાવેલ છે

(10:51 am IST)