Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જામકંડોરણા તાલુકા શાળા મતદાન મથક ખાતે જયેશભાઇ રાદડીયાએ મતદાન કર્યું

(મનસુખભાઇ બાલઘા દ્વારા) જામકંડોરણા, તા. ૧૧ : જેતપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી જયશેભાઇ રાદડીયાએ આજે જામકંડોરણા તાલુકા શાળા મતદાન મથકે મતદાન કર્યું હતું. જામકંડોરણામાં આજે સવારથી જ મતદાતાઓમાં ઉત્‍સાહ જોવા મળી રહ્યો હતો. અને સવારથી જ મતદારો મથદાન કરવા માટે ઉત્‍સુક બની લાઇનોમાં ઉભા રહી ગયા હતા જયેશભાઇ રાદડીયાએ જણાવેલ કે મે મારો પવિત્ર મત આપી મતદાનની ફરજ અદા કરી છે. અને સવારથી જ મતદાતાઓમાં ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે અને આ સીટ ઉપર અને મતદાતા ઉપર વિશ્વાસ છે કે આ સીટ અમે જંગી બહુમતીથી જીતશું.

(10:13 am IST)