Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ભાવનગરના દરિયાઈ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતા કેળાનો પાક જડમૂળથી ઉખડી ગયો : લાખ્ખોનું નુકશાન

કુકડ સહિતના ગામોમાં કેળાના પાકને નુકશાન:ભારે પવનના પગલે મૂળમાંથી કેળાનો પાક ઉખડી ગયો.

ભાવનગર દરિયાઈ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે. જેના લીધે કુકડ સહિતના ગામોમાં કેળાના પાકને નુકશાન થયું છે. તેમજ ભારે પવનના પગલે મૂળમાંથી કેળાનો પાક ઉખડી ગયો છે.

ભાવનગરમાં બે દિવસથી ભારે પવનના પગલે શહેરમાં અનેક સ્થાને હોર્ડિંગોને નુકસાન થયું છે. જેમાં કેટલાક હોર્ડિંગ્સના બેનરો ફાટી ગયા છે તો કેટલાક હોર્ડિંગ ધરાશાય થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ભાવનગર શહેરમાં કેટલાક સ્થાને પતરાના શેડ પણ પવનની ટક્કર ના ઝીલી શકતા જમીનદોસ્ત થયા છે. જેમાં સદભાગ્યે કોઈપણ જાતની જાનહાનીનો બનાવ બન્યો નથી

(11:05 pm IST)