Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ભાટીયા પોસ્ટ ઓફિસના કર્મચારીએ ૧.૪૪ કરોડ જમા કરાવ્યા છેઃ નવો વળાંક

૧ કરોડ પ૬ લાખની ઉચાપતના થયેલ કેસઃ ૧૬ ગામના ૧૧૦ વ્યકિતના ખાતામાં રકમ ટ્રાન્સફરઃ કૌભાંડી સસ્પેન્ડઃ કોર્ટમાં રજુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર : દ્વારકા જીલ્લામાં ભારે ચર્ચાસ્પદ બનેલ પ્રકરણમાં ભાટીયા પોસ્ટ વિભાગના અધિકારી દ્વારા દોઢ કરોડની ઉચાપતમાં આરોપીની ધરપકડ થયેલ તેમાં ૧.૪૪ કરોડ તેણે જમા કરાવ્યાનો નવો વળાંક આવ્યો છે. આરોપીએ ૧૬ ગામના ૧૧૦ વ્યકિતની ઉપાડેલ ૮ પૈકીના ૧.૪૪ કરોડ સરકારમાં જમા કરાવેલ છે પણ ઉપરી અધિકારીના ધ્યાને આવતા કેસ થયો છે.

સરકારી પોસ્ટ કચેરીમાં આવેલી તોતિંગ રકમની ઉચાપત સંદર્ભે હાલ જામનગર ખાતે રહેતા અને જામનગરની પોસ્ટલ ડિવિઝનમાં સહાયક અધિક્ષક (મુખ્યાલય) તરીકેને ફરજ બજાવતા પિનાકીન પ્રવિણચંદ્ર શાહ (ઉ.વ.૩૮)એ ભાટીયા ખાતે રહેતા તારક હેમંતભાઇ જાદવ નામના કર્મચારી સામે ધોરણસરની ફરિયાદ નોંધાવી છે. જેમાં જાહેર થયેલી વિગત મુજબ ભાટીયાની સબ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ અને ઇન્ચાર્જ સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા તારક હેમંતભાઇ જાદવે તેમના ફરજકાળ દરમિયાન તારીખ ૧૦-૬-ર૦૧૯ થી ૧૯-૧ર-ર૦ર૦ સુધીના સમય ગાળામાં આ વિસતારની જુદી જુદી ૧૬ બ્રાંચ પોસ્ટ ઓફિસમાં સમયાંતરે ૧૧૦ વખત ટ્રાન્જેકશન કરવામાં આવ્યા હતા. જેમાં દ્વારકા પોસ્ટ કચેરીના રેકોર્ડમાં ખોટા આર્થિક વ્યવહારો ઉભા કરી અને તેની નોંધ કોમ્પ્યુટરના એસએપી સોફટવેરમાં બતાવીને આ અંગેના ખોટા હિસાબો પાડી અને કચેરીના હિસાબમાં ગેરરીતી આચરવામાં આવી હતી. આમ, જુદા-જુદા ટ્રાન્જેકશન મારફતે તારક જાદવ દ્વારા કુલ રૂપિયા ૧,પપ,૭પ,૦૦૦ રોકડ રકમની ઉચાપત કરવામાં આવ્યા હતા. જેમાં દ્વારકા પોસ્ટ કચેરીના રેકોર્ડમાં ખોટા આર્થિક વ્યવહારો ઉભા કરી અને તેની નોંધ કોમ્પ્યુટર એસએપી સોફટવેરમાં બતાવીને આ અંગેના ખોટા હિસાબો પાડી અને કચેરીના હિસાબમાં ગેરરીતી આચરવામાં આવી હતી, આમ જુદા જુદા ટ્રાન્જેકશન મારફતે તારક જાદવ દ્વારા કુલ રૂપિયા ૧,પપ,૭પ,૦૦૦ રોકડ રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું જાહેર થયુ છે. ભારતીય ટપાલ વિભાગના જ જુદા જુદા ખાતાઓમાં ૧,૪૪,૩૬,૪૭૭ ની રોકડ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

સમગ્ર કૌભાંડમાં ખુલવા પામતા પોસ્ટ વિભાગની જામનગર કચેરી દ્વારા સવિસ્તૃત રીતે જાણકારી મેળવી, ભાટીયા ખાતે ફરજ બજાવતા કર્મચારી તારક જાદવને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેની સામે સુચના મુજબ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઇપીસી કલમ ૪૦૯ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સ્થાનિક પી.એસ.આઇ. એફ.બી.ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે સમગ્ર પોસ્ટ તંત્ર સાથે કલ્યાણપુર તાલુકામાં ભારે ચકચાર જગાવી છે.

ભાણવડ નજીક નદીમાં નહાવા

ગયેલા પરપ્રાંતી ડુબી જતા મૃત્યુ

સઇદેવળીયા ગામની નદીમાં નહાવા ગયેલા મધ્યપ્રદેશમ જિલ્લાના કાલોદીયા ગામના મુળ વતની એવા મુકુન્દ ઉફેે મુકલો સરદારસિંહ ગડેરીયા નામના ૩૬ વર્ષના આદિવાસી શ્રમિક યુવાનનું નદીમાં અકસ્માતે ડુબી જવાના કારણે મૃત્યુ નીપજયુ હતુ.

ખંભાળિયા-કલ્યાણપુરમાં

પીધેલા વાહન ચાલકો ઝડપાયા

ખંભાળિયા ગુલાબનગર ટેકરી વિસ્તારમાં રહેતા અને વાહનની લે-વેચ સાથે સંકળાયેલા ભાયા રાજપાર ગઢવી નામના ૪૬ વર્ષના યુવાનને પોલીસે કેફી પીણુ પીધેલી હાલતમાં ડ્રાઇવીંગ લાયસન્સ વગર રૂપિયા ૧પ૦૦૦ની કિંમતના હોન્ડા સાઇન મોટર સાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.

રાવલ વિસ્તારમાંથી પોલીસે વજશી રણમલ મોઢવાડીયા  નામના પ૧ વર્ષના મેર આધેડનેે કેફી પીણુ પીધેલી હાલતમાં રૂપિયા દસ હજારની કિંમતના સુપર સ્પ્લેન્ડર મોટર સાયકલ પર લાયસન્સ વગર નીકળતા ઝડપીને જુદીજુદી કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

દ્વારકામાં વિપ્ર યુવાન

ઉપર ધોકા વડે હુમલો

દ્વારકા તાબેના ખતુંબા ગામે રહેતા સોમજીભાઇ  ભુદરભાઇ જોશી નામના ૪ર વર્ષના બ્રાહ્મણ યુવાનેે અગાઉ રસ્તામાં ચાલવા બાબતે કરેલી અરજી બાબતનું મનદુઃખ રાખી, આ જ ગામના રહીશ શીવુભા સામરાભા સુમણીયા નામના શખ્સ દ્વારા સોમજીભાઇને ધોકા વડે માર મારતા તેમને લોહી લુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. આ બનાવ અંગે દ્વારકા પોલીસે શીવુભા સામરાભા સામે ગુનો નોંધ્ય છે.

ભાણવડમાં છરી

સાથે યુવાન ઝડપાયો

ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા રાજુ ગોવિંદભાઇ સોલંકી નામના ૩પ વર્ષના યુવાનને પોલીસે ગઇકાલે સાંજે ઘુમલી રોડ પરથી છરી સાથે નીકળતા ઝડપી લઇ જી.પી. એકટની કલમ ૧૩પ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

ખંભાળિયામાં વીજ શોક લાગતા

પરપ્રાંતીય શ્રમિકનું અપમૃત્યુ

જુની ફોટ ગામે રહેતા અને એક વાડીએ મજુરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના વતની પ્રેમસિંગ  માનસિંગ માવી નામના ર૭ વર્ષના યુવાનને પંખાની પિન કાઢવા જતાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું કરૂણ મૃત્યુ નીપજયુ હતુ. આ બનાવની જાણ તેમના સાથી મુકેશભાઇ જુવાનભાઇ માવીએ અહી પોલીસને કરી છે.

છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ

ખંભાળિયાના યુવાનનું મૃત્યુ

કાકાભાઇ સિંહણ ગામે રહેતા પ્રવિણભાઇ બેચરભાઇ વારસાકિયા નામના ર૯ વર્ષના યુવાનને ગઇકાલે સોમવારે છાતીમાં દુખાવો ઉપડતા તેમને અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના મોટાભાઇ અરવિંદભાઇ બેચરભાઇ વારસાકિયાએ અહીંની પોલીસને કરી છે.

ઓખાના યુવાન સામે ફરિયાદ

આરંભડા વિસતારમાં રહેતા એક પરિવારની આશરે પોણા ચૌદ વર્ષની સગીર પુત્રીને ઓખા ગાંધીનગરી વિસ્તારમાં રહેતો લખમણ ઉર્ફે લખન સુમણીયા અપહરણ કરીને લઇ ગયો જે સદર્ભે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઇ. જી.આર.ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

ભાણવડમાં પરિણીતાને ત્રાસ

ભાણવડ તાલુકાના ઝારેરા ગામે રહેતી અને જેઠાભાઇ શીરની પુત્રી મનિષાબેન અંકિતભાઇ કારેણા (ઉ.વ.ર૬)ને તેણીના  લગ્નજીવન દરમિયાન તેણીના જામરોજીવાડા ગામે રહેતા પતિ અંકિત અશોકભાઇ કારેણા, સસરા અશોકભાઇ માલદેભાઇ કારેણા તથા સાસુ ભાનુબેન દ્વારા અવાર નવાર શારીરીક તથા માનસીક ત્રાસ આપી બિભત્સ ગાળો કાઢયાની તથા ઘરમાંથી કાઢી મુકી, સાસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસરની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

મીઠાપુરમાં જુગાર રમતા

ચાર મહિલાઓ ઝબ્બે

મીઠાપુરના રેલવે સ્ટેશન સામેથી સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા ગીતાબેન રાજુભાઇ દતાણી, કાજલબેન ભીખાભાઇ સંચાણીયા, ઉષાબેન રમેશભાઇ સંચાણીયા અને પપ્પુબેન અશોકભાઇ કાંજીયા નામના ચાર મહિલાઓને ઝડપી લઇને કુલ રૂપિયા ૧૩૪૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

ખંભાળિયા અને ઓખામાં

પીધેલા વાહન ચાલકો ઝડપાયા

ખંભાળિયાના પોલીસ સ્ટેશન સામેથી કેફી પીણુ પીધેલી હાલતમાં રૂપિયા દસ હજારની કિંમત બજાજ પ્લેટીના મોટર સાયકલ નંબર જી.જે.૧૦.બી.ઇ. ૦૮પ૬ લઇને નીકળેલા અત્રે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રાજેશ અશોકભાઇ પરમાર (ઉ.વ.૪૦)ને પોલીસે ઝડપી લીધો હતો.

જયારે ઓખા પેસેન્જર જેટી પાસેથી ગત રાત્રે પીધેલી હાલતમાં રૂપિયા ૧૦ હજારની કિંમતના હિરો સ્પેલેન્ડર મોટર સાયકલ લઇને નીકળેલા મુળ પોરબંદર તાલુકાના વિસાવદર ગામે રહેતા લાલાભાઇ રામભાઇ કેશવાલા નામના ર૭ વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો.

છરી સાથે આધેડ ઝડપાયો

ભાણવડના ચુનારવાસ વિસ્તારમાં રહેતા રામભાઇ ઉર્ફે રામુ રવજીભાઇ રાઠોડ નામના પપ વર્ષના દેવીપુઝક પ્રૌઢને કપુરડી ચેક પોસ્ટ પાસેથી છરી સાથે ઝડપી લઇ પોલીસે તેની સામે જી.પી. એકટની કલમ ૧૩પ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

ઓખામાં રખડતો ભટકતો

શખ્સ ઝડપાયો

ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા ફારૂક ઇસ્માઇલભાઇ બોલીમ નામના ૩૦ વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે ગત રાત્રે સાડા નવેક વાગ્યે કનકાઇ જેટીના પાર્કિગ પાસેની દુકાનોના તાળા તપાસતો શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ તેની સામે જી.પી.એકટની કલમ ૧રર (સી) હેઠળ જરૂરી કાર્યવાહી કરી હતી.

ખંભાળિયા તથા ઓખાની

યુવતીને ત્રાસ

ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તાર નજીક રહેતા હાજાભાઇ ડાડાભાઇ મકુવારા નામના ગઢવી આધેડની ર૩ વર્ષીય પરિણીત પુત્રી દેવલબેનને તેણીના લગ્ન જીવન દરમિયાન છેલ્લા ત્રણેક વર્ષથી કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામેર હેતા તેના પતિ વિરમ રાણસીભાઇ ભાદરવા, જેઠ બુધા રાણસીભાઇ ભાદરવા, જેઠાણી ભાનુબેન બુધાભાઇ ભાદરવા અને રૂપાબેન પ્રતાપભાઇ ભાદરવા નામના ચાર સાસરીયાઓ દ્વારા શારીરીક તથા માનસીક ત્રાસ આપવા તથા ઝઘડો કરી અને મારકુટ કરવા સબબ અહીંના મહિલા પોલીસ મથકમાં વિવિધ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત ઓખા મંડળ ખાતે રહેતા તબસ્સુમ અનીશભાઇ મહેમુદભાઇ શેખ નામની ૩૦ વર્ષની સુન્ની મુસ્લિમ પરિણીતાનેત ેણીના લગ્ન જીવન દરમિયાન જામનગરના શંકર ટેકરી વિસતારમાં રહેતા પતિ અનિશ મહેમુદભાઇ શેખ, સાસરા મહેમુદભાઇ અલારખા શેખ અને સાસુ નુરજહાબેન દ્વારા નાની નાની વાતોમાં મેણા ટોણા મારી, શારીરીક તથા માનસિક ત્રાસ આપવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અહીંંના મહિલા પોલીસ મથકમાં આઇ.પી.સી. કલમ ૪૯૮ (એ) ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ભાટીયા નજીક બાઇકની

હડફેટે યુવાન ઇજાગ્રસ્ત

કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે રહેતા ધર્મેશભાઇ ભાયાભાઇ ચુડાસમા નામના રર વર્ષના યુવાન ભાટીયા બાયપાસ પાસેથી પસાર થઇ રહયો હતો. ત્યારે આ માર્ગ પર પુરઝડપે અને બે ફીકરાઇપુર્વક થઇ રહેલા જીજે ૩૭ એ ૬૮૪૬ નંબરના બાઇકના ચાલક વલ્લભભાઇ પ્રેમજીભાઇ રાઠોડએ ધર્મેશભાઇને હડફેટે લેતા તેમને ફેકચર સહિતની નાની મોટી ઇજાઓ સાથે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ધર્મેશભાઇની ફરિયાદ પરથી બાઇક ચાલક વલ્લભભાઇ રાઠોડ સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

દ્વારકામાં વરલી રમતા ઝડપાયો

દ્વારકામાં રિલાયન્સ ગેઇટ પાસે આવેલા એક પાર્કિગમાથી વરલી મટકાના આંકડા વડે જુગાર રમી રહેલા લાખાભા ભીખાભા બઠીયા નામના ૩પ વર્ષના યુવાનને મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરીહ તી.

ખંભાળિયા સહિત જિલ્લામાં

ચાર પીધેલા વાહન ચાલકો ઝબ્બે

ખંભાળિયા - પોરબંદર હાઇવે પર અત્રેથી આશરે નવ કિલોમીટર દુર વિંજલપર ગામની સીમમાંથી પોલીસે ગત રાત્રે કેફી પીણુ પીધેલી હાલતમાં રૂા. સાડા ત્રણ લાખની કિંમતના ટ્રેકટર તથા ટ્રોલી લઇને નીકળેલા ભાડથર ગામના રહીશ ગઢવી દેવાત સામત રૂડાચને ઝડપી લીધો હતો.

ખંભાળિયાના રિલાયન્સ સર્કલ પાસેથી પોલીસે હાલ બેરાજા ગામે રહેતા અને મુળ જામજોધપુરના રહીશ રસિક મથુરભાઇ સોલંકી (ઉ.વ.૪ર)ને કેફી પીણુ પીધેલી હાલતમાં રૂા.૧પ હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળતાં ઝડપી લીધો હતો.

ઓખાના આર.કે.બંદર  વિસતારમાંથી પોલીસે મુળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પ્રવિણ બીજલભાઇ સોલંકી નામના પચાસ વર્ષના આધેડેને પીધેલી હાલતમાં રૂપિયા ૧૦ હજારની કિંમતના હીરો હોન્ડા પેશન પ્રો મોટર સાયકલ પરથી ઝડપી લીધો હતો. મીઠાપુર તાબેના સુરજકરાડીગામના બસ સ્ટેશન પાસેથી ગત રાત્રે પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં  રૂપિયા ૧પ હજારની કિંમતના સ્પ્લેન્ડર મોયર સાયકલ નંબર જી.જે.૧૦. એ.કયુ. ૪૬૪૧ પર નીકળેલા અતુલભા ભીખુભા સુમણીયા (ઉ.વ.૩૬) ને ઝડપી લઇને એમ.વી. એકટની કલમ ૧૮પ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:14 pm IST)