Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

પૂર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા 'દાદા' બન્યા

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : આહિર સમાજનાં ધુરંધર સ્વર્ગસ્થ નેતા- પ્રખર કેળવણીકાર પેથલજીભાઇ ચાવડાનાં સુપુત્ર- પૂર્વ કેબીનેટ મંત્રી- માણાવદર વિસ્તારનાં ધારાસભ્ય શ્રી જવાહરભાઇ ચાવડાના સુપુત્ર ચિ.રાજકુમારનાં ઘરે પુત્ર રત્નનો જન્મ થતા 'ચાવડા પરિવાર'માં હર્ષોલ્લાસ સાથે આનંદની હેલી વ્યાપી છે. કન્યા કેળવણીનાં પ્રખર હિમાયતી સ્વર્ગસ્થ પેથલજીભાઇનાં પગલે જ ચાલતા જવાહરભાઇ તથા મીતાબેન જૂનાગઢ ખાતે વર્ષોથી ડો.સુભાષ આર્ય કન્યા વિદ્યાલય 'સુભાષ એકેડેમી' નામની શૈક્ષિણક સંસ્થા પ્રતિષ્ઠારૂપ ચલાવી રહ્યા છે. જવાહરભાઇ 'દાદા' બનતા અને મીતાબેન 'દાદી' બનતા (મો.૯૮૨૫૨૨૮૮૮૮) સાર્વત્રિક અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:07 pm IST)