Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વિસાવદર : મીટર ગેઇજ ટ્રેન ચાલુ રાખવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન

 વિસાવદર : જુનાગઢ-દેલવાડા, જુનાગઢ, અમરેલી, અમરેલી-વેરાવળ મીટર ગેઇજ  ટ્રેઇન તેના જુના સમય મુજબ ચાલુ નહીં કરવાને કારણ વિસાવદર શહેર તેમજ તાલુકાની ની જનતાને તથા ચેમ્બર ઓફ કોમર્સ - વેપારી એસો. પેસેન્જર એસો. તથા તમામ સામાજીક સેવાકીય સંસ્થાને ગાંધી ચીંધ્યા (પ્રતિક ઉપવાસ) માર્ગે ચાલવાની ફરજ પડી છે. પ્રતિક ઉપવાસ સમય સવારે ૧૦-૩૦ થી સાંજ પ સુધી રાખેલ છે. દિલીપભાઇ આર. કાનાબાર -પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ, હિંમતલાલ એન. દવે -ભાજપ અગ્રણી, જયપ્રકાશ એ. છતાણી -અગ્રણી વિશ્વ હિન્દુ પરિષદ, લલીતભાઇ જે. ભટ્ટ પૂર્વ પ્રમુખ શહેર ભાજપ, જીતુભાઇ રીબડીયા -શહેર વિસાવદર, ઇલ્યાસભાઇ ભારમલ -પ્રમુખ પેસેન્જર એસો., સુધીરભાઇ ચૌહાણ -આર્યસમાજ -વિસાવદર, જીતુભાઇ ગૌસ્વામી -ભોલેનાથ, વિસાવદર, રમેશભાઇ કાનાણી -ખેડૂત અગ્રણી -પ્રેમપરા, ગૌતમભાઇ છતાણી-ભગવતી ટ્રાન્સપોર્ટ, કિરણભાઇ ચિતલીયા -ગોપી ઇલે. વિસાવદર, તથા અન્ય અપડાઉન મુસાફરો અને નાગરીકો પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે.

(1:06 pm IST)