Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સાવરકુંડલા પંથકમાં રાત્રે તોફાની પવન ફૂંકાયો : બોર્ડ - હોર્ડીંગ હવામાં ઉડયા

આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ઝડપમાં ઘટાડો : ઠંડીમાં વધારો

સાવરકુંડલા તા. ૨ : શહેર અને પંથકમાં ગત મંગળવાર રાત્રીથી શરૂ થયેલ વરસાદી માહોલ આજે ગુરૂવારે પણ યથાવત રહ્યો છે. ગત દિવસ દરમિયાન ઝરમર વરસાદ સાથે ટાઢા હિમ જેવા પવનો ફુંકાયા હતા તો રાત્રી દરમિયાન પવનની ઝડપ વધી હતી અને તેજ ઝડપે રાત્રીભર પવન ફુંકાતા લોકોમાં દહેશતનો માહોલ ઉભો થયો હતો.

તોફાની પવનના લીધે સાવરકુંડલા શહેરમાં જાહેર રોડ ઉપર આવેલા બોર્ડ - હોર્ડીંગ તૂટી પડયા હતા. આજે સવારથી પવનની ઝડપ ઘટી છે પણ ઠંડીની તીવ્રતા વધતા લોકો ઠુઠવાઇ રહ્યા છે. સમગ્ર પંથકમાં બર્ફીલા પવનો ફુંકાઇ રહ્યા છે. લોકો બીનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

(12:38 pm IST)