Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગોંડલમાં હેરોઇનનો જથ્થો વેચવા આવેલા રાજકોટના અશરફ અને જુમાને રૂરલ એસઓજીએ ઝડપી લીધા

તસ્વીરમાં પકડાયેલ બંન્ને શખ્સો (નીચે બેઠેલા સાથે) રૂરલ એસઓજીનો સ્ટાફ નજરે પડે છે. (૪.૧૪)

રાજકોટ, તા., ૨: ગોંડલમાં હેરોઇનનો જથ્થો વેચવા આવેલા રાજકોટના બે શખ્સોને રૂરલ એસઓજીની ટીમે દબોચી લીધા હતા.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જીલ્લામાં નાર્કોટીકસ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને રૂરલ એસઓજી પો.ઇન્સ.  એસ.એમ.જાડેજા તથા પો.સબ ઇન્સ. એચ.એમ.રાણા સ્ટાફ સાથે ધોરાજી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા જયવીરસિંહ રાણા તથા હિતેશભાઇ અગ્રાવત તથા પો.કોન્સ. રણજીતભાઇ ધાધલ નાઓને સંયુકતરીતે ખાનગી રાહે હકીકત મળેલ કે ગોંડલ ઉદ્યોગભારતી ચોક પાસે બે ઇસમો હિરોહોન્ડા સી-૧૦૦ મો.સા. જેના રજી. નં. સીજીએસ ૩૧૧૩ વાળુ લઇને પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો રાખી વેચાણ/હેરફેર કરતા હોવાની હકીકત આધારે રેઇડ કરતા આરોપી અશરફ સતારભાઇ સોલંકી રહે. રાજકોટ જંગલેશ્વર શેરી નં. ૬ મૂળ મોટા કોટડા તા.વિસાવદર જી. જુનાગઢ તથા જુમા બાબુભાઇ લંઘા રહે. રાજકોટ પોપટપરા કૃષ્ણનગર-૧ને માદક પદાર્થ ઓપીયમ ડેરીવેટીવ્સ (મોફીન / હેરોઇન) ૧૦ ગ્રામ ૬૦૦ મીલીગ્રામ જેની કિં. રૂ. ૧,૦૬,૦૦૦, મોબાઇલ નંગ-ર જેની કિંમત રૂ. ૩,૦૦૦, એક હિરો હોન્ડા જેની કિંમત રૂ. પ,૦૦૦ તથા રોકડ રૂપીયા ૧,૦૦૦ કબ્જે કરાયા હતા.

પકડાયેલ બંને શખ્સો ગોંડલ હેરોઇનનો જથ્થો વેચવા આવ્યા હતા ને રૂરલ એસઓજીની ટીમે ઝડપી લીધા હતા. બંને હેરોઇનનો જથ્થો કયાંથી લાવ્યા? અને કેટલા સમયથી વેચતા હતા? તે અંગે પુછતાછ હાથ ધરાઇ છે. આ કાર્યવાહીમાં ઉપેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેશભાઇ અગ્રાવત, રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, નીરાલીબેન વેકરીયા તથા ડ્રા.પો.કો. નરશીભાઇ બાવળીયા રોકાયા હતા.

(12:37 pm IST)