Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

મોરબી પાલિકાના કર્મચારીને કારણદર્શક નોટીસ આપવા પ્રમુખની માંગ

ચીફ ઓફિસરને લેખિત પત્ર : પ્રમુખના પતિ સાથે કર્મચારીને થઇ માથાકૂટ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨ : મોરબી નગરપાલિકાના જન્મ મરણ વિભાગના કર્મચારી સાથે પાલિકા પ્રમુખના પતિએ માથાકૂટ કરી અપશબ્દો નો વરસાદ કરતા નારાજ કર્મચારી રજા પર ઉતરી ગયા છે તો આ બનાવ મામલે પાલિકા પ્રમુખ દ્વારા કર્મચારીને કારણ દર્શક નોટીસ આપવા ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે

મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારે ચીફ ઓફિસરને પત્ર લખી જણાવ્યું છે કે જન્મ મરણ વિભાગના કર્મચારી અરજદારોને ધક્કા ખવડાવતા હોય અને કામમાં ધ્યાન આપતા ના હોવાથી કારણદર્શક નોટીસ આપવામાં આવે જે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે જન્મ મરણના કર્મચારી છેલ્લા કેટલાય વખતથી કામમાં બેદરકારી રાખી પ્રજાને પરેશાન કરતા હોય અને નગરપાલિકાના સદસ્યનું પણ નહિ માની ઉદ્ઘતા ભર્યું વર્તન કરતા હોય તેવા અનેક પ્રશ્નો અમારી પાસે આવ્યા હતા

જેથી આ બાબતે તેમને સુચના આપવા છતાં તેઓ સુધરતા ના હોય અને જવાબદારીમાં બેદરકાર રહેતા હોય જેની સામે શિક્ષાત્મક પગલા કેમ ના લેવા તેવી કારણદર્શક નોટીસ તાત્કાલિક આપવામાં આવે તેમ જણાવ્યું છે

ફીઝીયોથેરાપી કેમ્પનું આયોજન

મોરબીના શનાળા રોડ પર કાયાજી પ્લોટમાં આવેલ સત્યમ હોસ્પિટલ ખાતે તા. ૦૪ ને શનિવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ સુધી ફ્રી ફીઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

જે કેમ્પમાં ઘુટણનો દુખાડો, વાની તકલીફ, ગાદી ખસી જવી,સાઈટીકા, કમર અને ગરદન તેમજ મણકાનો દુખાવો તેમજ પેરાલીસીસ, જન્મજાત ખોડ ખાપણ સહિતના રોગોનું નિદાન કરવામાં આવશે કેમ્પમાં ડો. દ્રષ્ટિ જોટાણીયા અને ડો. માનસી મારવાણીયા સહિતના ડોકટરો સેવા આપશે

કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે રજીસ્ટ્રેશન માટે મોબાઈલ ૯૭૯૫૨ ૨૨૮૮૮ અને ૦૨૮૨૨ ૨૨૨૮૮૮ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

(12:38 pm IST)