Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સૌરાષ્ટ્રભરમાં બર્ફીલુ હવામાનઃ જસદણ પંથકમાં મીની વાવાઝોડુ

સર્વત્ર ૧૮ ડીગ્રી લઘુતમ તાપમાનઃ જો હજુ પારો નીચે જશે તો ઠંડી વધી જવાની પૂરી શકયતા : જામવાળા ગીરના શિંગોડા ડેમનો ૧ દરવાજો ખોલાયોઃ જુનાગઢમાં રાત્રે તોફાની પવન ફુંકાતા ચાર વૃક્ષ ધરાશયી : શિયાળુ પાક અને ગોળના રાબડાને નુકશાનઃ ઠંડા પવન સાથે આકાશમાં ઘેરાયેલ વાદળો :રોપ-વે સેવા સવારથી રાબેતા મુજબઃ જુનાગઢમાં ર૬ મિનીટ પવન ફુંકાયો

જસદણ આટકોટ પંથકમાં રાત્રે મીની વાવાઝોડું: લાઇટો ગૂલ :  પાંચવડા જંગવડ વીરનગર સહિત આજુબાજુ વિસ્તારમાં રાત્રે નવ ત્રીસ વાગ્યે અચાનક ભારે પવન ફુંકાવા લાગતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો લાઇટો ગુલ થઇ ગઇ હતી ચાલીસ થી પચાસની ઝડપ છે પવન ફુંકાવા લાગ્યો હતો કૈલાસનગર વિસ્તારમાં આઠ કલાક સુધી લાઇટો ગુલ રહી હતી. દુકાનના બોર્ડ પતરાં પાણીના ટાંકાના ઢાકણ ચકલાના માળા ઉંડી ગયા હતાં. એક કલાક ભારે પવન ફંુકાયો હતો.   કૈલાસનગર પાન દુકાનનું પતરું તુટી ગયું હતું હાઇવે પર વાહનો ઓછા જોવા મળ્યો હતો અમુક જગ્યાએ ઝાડની ડાળી તુટી પડી હતી વરસાદ પણ વરસી રહયો હતો.  વરસાદની ગતિ ઓછી પવન ગતિ વધુ હતી. કપાસનો પાક આડો પડી ગયો છે. (તસ્વીરો કરશન બામટા આટકોટ)
રાજકોટ તા. ર : સૌરાષ્ટ્ર-કચ્છમાં એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ ગઇકાલે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને આખો દિ’ સાંજના માહોલ છવાઇ ગયો હતો જો કે કેટલાક વિસ્તારમાં તોફાની પવન પણ ફુંકાયો હતો જેના કારણે કયાંક કયાંક નુકશાની થઇ હતી.
આજે સવારથી પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં બર્ફીલું હવામાન રહ્યું છે અને ટાઢોડુ છવાઇ ગયું છે જો કે લઘુતમ તાપમાન સર્વત્ર ૧૮ ડીગ્રી રહ્યું છે જો  ે નીચે થશે તો ઠંડી વધી જશે જયારે નલિયા (કચ્છ)માં પણ ૧પ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છ.ે
બીજી તરફ લોકો પણ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે. માત્ર માવઠાના લીધે હવામાન પલટાતા આ અસરના લીધે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છ.ે
કોડીનારના અશોક પાઠકના મળતા અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હવામાનમાં આવેલ પલટાયેલ કોડીનાર પંથકમાં ધીમેધારે એક ઇંચ જેટલો વરસાદ ગઇકાલે પડયો હતો.નજીકના જામબળા ગીરમાં આવેલ શિંગાંડા ડેમ ઉંપર પણ વરસાદ થતા ડેમનો એક દરવાજો ૦.૦૭પ મીટર ખોલવામાં આવેલ હતો ગત રાત્રીના કોડીનાર પંથકમાં ભારે પવન ફુકાતા લોકોને તૌકતે વાવાઝોડાની યાદ અપાવેલ હતી આ કમોસમી વરસાદથી કોડીનાર વિસ્તારમાં શિયાળુ પાક તથા ગોળના રાબડા વાળાનેભારે નુકશાનના અંદાજ છે હજુપણ ઠંડો પવન તથા આકાશ કાળા ડીંબાગ વાદળોથી ઘેરાયેલુ છે.
જૂનાગઢ
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢના અહેવાલ મુજબ જૂનાગઢમાં રાત્રે ૨૬ મિનીટના તોફાની પવનથી ૪ ઝાડ ધરાશયી થઈ ગયા હતા અને અંધારપટ પણ છવાઈ જતા લોકો ભયભીત થઈ ગયા હતા.
જૂનાગઢ શહેરમાં રાત્રીના ૮.૧૯ કલાકથી ઝંઝાવાત શરૂ થયો હતો. ૨૬ મીનીટ સુધી ૪૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા શહેરમાં અંધાધુંધી ફેલાય ગઈ હતી.
તોફાની પવનને લઈ બહુમાળી બિલ્ડીંગોમાં રહેતા લોકો ભયમાં મુકાય ગયા હતા. તેમજ હાઈરાઈઝ ઈમારતોની અગાસી પરથી ડીસ એન્ટેના ઉંડીને નીચે ખાબકયા હતા. આ સાથે સીટીમાં ૩ થી ૪ જેટલા વૃક્ષો તૂટી પડયા હતા. તેમજ ઝાડની ડાળીઓ ધરાશયી થઈ જતા વીજ પુરવઠાને અસર થઈ હતી.
ગત રાત્રીના તોફાની પવનને કારણે વીજ પુરવઠો ખોરવાય જતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ છવાય ગયો હતો. જો કે પીજીવીસીએલ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને વીજ પુરવઠો પુર્વવત કરાયો હતો.
શહેરમાં સરદારબાગ નજીક ઝાંસીની રાણીની પ્રતિમા પાસે એક ખાનગી હોસ્પીટલનુ વિશાળ બોર્ડ પવનને લઈને લટકી ગયુ હતુ. જેના કારણે ગાંધી ચોક સુધી ટ્રાફીકજામ થઈ ગયો હતો.
પરંતુ મળતા તંત્ર દ્વારા ક્રેઈન મોકલીને આ બોર્ડને રસ્તા પરથી દૂર કરીને ટ્રાફિકને પૂર્વવત કરાયો હતો.
મીની વાવાઝોડુ ફુંકાવાને લઈને જૂનાગઢમાં રાત્રીના એકત્ર થયેલા કચરો, ઝાડની ડાળીઓ વગેરેના નિકાલ માટે સવારથી કોર્પોરેશન તંત્ર દ્વારા યુદ્ઘના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.
દરમિયાન ગઈકાલે પવનના કારણે બંધ કરાયેલ ગિરનાર રોપ-વેની સેવા આજે સવારથી યથાવત કરવામાં આવી હોવાનું રિજીયોનલ મેનેજર દિપક કપલીએ જણાવ્યુ હતું.
પરંતુ આજે સવારના પ્રવાસીઓની પાંખી હાજરી રહી હતી.
સોરઠમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો
સોરઠમાં સવારે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા આજે બર્ફીલુ વાતાવરણ રહ્યુ છે.
મંગળવારે અને બુધવારે કમોસમી વરસાદ થતા જૂનાગઢના તાપમાનમાં ઘટાડો થયો છે. આજે ગઈકાલની સરખામણીએ ૨.૪ ડિગ્રી લઘુતમ તાપમાન ઘટીને ૧૭.૮ ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી પ્રસરી ગઈ હતી.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા રહેતા અને ૫.૨ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા બર્ફીલુ વાતાવરણ છવાય ગયુ છે.
વેરાવળ તાલુકામાં પાકોને જોરદાર નુકસાન
પ્રભાસપાટણઃ વેરાવળ વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે ઝરમર કમોસમી વરસાદ વરસતા ખેતીમાં ઉંભેલા પાકોને નુકસાન થયેલ છે. અત્યારે ખેતરોમાં ઘઉંં, ચણા, મરચીનો રોપ, ધાણા, ભાજીઓ અને અન્ય વાવેતરને આ કમોસમી વરસાદને કારણે નુકશાની જવાની છે. વરસાદની સાથે ખૂબજ ઠંડો પવન પણ છે.
વેરાવળ તાલુકાના કાજલી ગામે આવેલ માર્કેટિંગ યાર્ડમાં વરસાદની આગાહીને પગલે યાર્ડમાં માલ ગોડાઉંન અને મોટા શેડમાં રાખી દેવામાં આવેલ હોવાથી નુકશાન થયેલ નથી.
ટેકાના ભાવે જે મગફળી ખરીદવામાં આવી રહેલ છે. તે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મગફળી ખરીદવાનું બંધ રાખવામાં આવેલ અને ટેકાના ભાવે ખરીદી કરતા અધિકારીએ જણાવેલ કે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મગફળી ગોડાઉંનમાં ભરવામાં આવેલ છે જેથી મગફળીનો ભગાડ થયેલ નથી અને વરસાદ બંધ થયા બાદ ફરીથી ટેકા ભાવે મગફળી ખરીદવામાં આવશે.

 

(11:02 am IST)