Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વાંકાનેરના ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીના પારિવારીક લગ્ન પ્રસંગમાં વિજયભાઇ રૂપાણીની હાજરી : નવદંપતિને શુભેચ્છા પાઠવી

વાંકાનેર : વાંકાનેરનાં ભાજપ અગ્રણી પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીનાં રાજકોટ ખાતે યોજાયેલા પારિવારિક ભવ્ય લગ્નોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતાં. જયારે વાંકાનેરમાં યોજાયેલ સત્કાર સમારંભમાં (રાજય કક્ષા) મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત રાજકીય અગ્રણીઓ હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતાં. વાંકાનેરનાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી પરિવારનાં ચિ.રાજ સોમાણી, ચિ.હર્ષિત સોમાણી, ચિ.અમી સોમાણીનાં જાજરમાન લગ્નોત્સવમાં મંત્રી સહિત અનેકવિધ રાજકીય અગ્રણીઓ,આમંત્રિતો,શહેરીજનો ઉમટયા હતાં અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતાં, વાંકાનેરનાં ટાઉનહોલ ખાતે યોજાયેલ જાજરમાન રિસેપ્શનમાં મંત્રી ઉપરાંત અધિક નિવાસી કલેકટર એન.કે. મૂછાર, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રમુખ તથા પાટીદાર સેવા સમાજનાં અગ્રણી અને ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી (મોરબી જીલ્લા ભાજપ) હિરેનભાઈ પારેખ,ચીફઓફિસર ગિરીશભાઈ સરૈયા(મોરબી), કાંતિલાલ અમૃતીયા,બાબુભાઇ ઉઘરેજા,અમિત સેજપાલ, યુશૂફભાઈ શેરશિયા,ગુલમોહમ્મદભાઈ બ્લોચ,જાકીરભાઈ બ્લોચ,વાંકાનેર દેવીપૂજક સમાજનાં અગ્રણી કાંતીભાઈ કુંઢીયા,ગોરધનભાઈ સરવૈયા,વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી,રમેશભાઈ વોરા,અશ્વિનભાઈ મેઘાણી, ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ સહિત અનેકવિધ અગ્રણીઓ,તબીબો, વેપારીઓ ઉદ્યોગપતિઓ,પત્રકારો, ધાર્મિક સ્થાનોનાં સંચાલકો,આમંત્રિતો શહેરીજનો ઉમટયા હતાં અને નવદંપતીઓને શુભેચ્છા પાઠવી હતી.

(10:18 am IST)