Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ધોરાજીના ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલના મુસ્લિમ મોમીન સમાજના ભાઈ- બહેને એમ.બી.બી.એસ.માં એડમિશન મેળવી ગૌરવ વધાર્યું

ધોરાજી :મૂળ વાંકાનેર તાલુકાના પલાસડી ગામના વતની અને જામકંડોરણા તાલુકા વિસ્તરણ અધિકારી તરીકે ફરઝ બજાવતા મુસ્લિમ મોમીન સમાજના અબ્દુલરહીમ ભાઈ વકાલીયાના પુત્ર મોહંમદ અને પુત્રી તનઝીમએ ધોરાજી ડ્રીમ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરી અવ્વલ નંબર મેળવી એમબીબીએસમાં એડમિશન લઈ મોમીન સમાજનું ગૌરવ વધારવા સાથે મુસ્લિમ સમાજ માટે દીકરા દીકરીને ડોક્ટર બનાવી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું

 . આ સમયે ધોરાજી ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ ના સંચાલક હિતેશભાઈ ખરેડ કેતન પોપટ મનોજ ભાઈ રાઠોડ વિગેરે તેમજ ધોરાજી મુસ્લિમ સમાજે બંને વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.

(5:51 pm IST)