Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અમરેલી જીલ્લામાં નવા ૨૨ કેસ કોરોનાના

અમરેલી, તા. ૨ :. અમરેલી જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ડિસેમ્બરના પહેલા જ દિવસે જિલ્લામાં કોરોનાના નવા ૨૨ કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસ ૩૧૫૩ થયા છે. આજે ૧૭ દર્દીઓ સાજા થયા હતા અને ૧૮૧ દર્દીઓ સારવારમાં છે તથા લગ્નગાળો પુરો થયે કેસોની સંખ્યા વધારે આવે તેવી શકયતા દેખાઈ રહી છે.

(1:00 pm IST)