Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ટંકારાના સાવડી ગામે તરૂણી પર દુષ્કર્મ

બે હવસખોર એ પિતા વગર ની પુત્રી ને અવાવરુ જગ્યા મા એકલતાનો લાભ લઈ આચર્યુ કુત્યઃ અનરાધમો ઉપર ફિટકાર ગામલોકો મા રોષ ભભૂકી ઉઠયો આરોપી પોલીસના હાથ વેંતમા

ટંકારા, તા.૨:  ટંકારા પંથકમાં પિતા વિના ની માસુમ ૧૫ વર્ષ ની યુવતી ઉપર એના જ ગામના શખ્સે બળાત્કાર કરી બીજા શખ્સે મદદ કરી હોવા ની ફરીયાદ નોંધાવી છે.

વિગતો મુજબ બાળકી પાણી ભરવા માટે ગઈ હોય ગામ ના બે શખ્સો નો સેતાન જાગ્યો હતો અને એક યુવાને હવસ નો શિકાર બન્યો હતો અને બિજા એ મદદ કરી હોવા ની ફરીયાદ થતા પંથકમાં ખડભડાટ મચી ગયો છે.

ફરિયાદને પગલે ટંકારા પોલીસ ના પ્રોબેસ્નલ ખ્લ્ભ્ અભિષેક ગુપ્તા એ ધટના ની ગંભીરતા સમજી ૩૭૬ /૧૪૧ પોસકો સહિત ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી પોલીસના હાથ વેતમા હોવાનું જાણવા મળ્યું છે.

આ બન્ને નરાધમો પર ફિટકાર વરસી રહ્યો છે અને બધા દુષણ હોવાનું સુત્રોએ જણાવ્યું છે હાલ તો આ પિતા વિનાની બાળકી પર બળાત્કાર ના નરાધમો ને સખત સજા કરવા ની માંગ ઉઠી છે. ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

(12:55 pm IST)