Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

જૂનાગઢ ડાબેરી સંગઠનો દ્વારા આવેદન

જૂનાગઢ : ડાબેરી જન સંગઠનો ગુજરાત જૂનાગઢ દ્વારા કેન્દ્ર સરકારે નવા સુધારઓ કર્યા છે. તે શ્રમજીવી વર્ગના વિરોધી છે. તેવી રજુઆત કરી હતી. કિસાન વિરોધી જે કૃષિ બિલ પાસ કરેલ છે તે કિસાનોના વિરોધમાં છે. આબિલોનો શ્રમજીવી વર્ગો કિસાનો લોકશાહી રીતે લોક લડત કરીને વિરોધ કરી રહ્યા છે. તેમના અવાજ અને સંગઠનને તોડી નાખવા માટે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા દમન થઇ રહ્યું છે. આવેદનપત્ર આપવામાં બટુકભાઇ મકવાણા, જીશનભાઇ હાલેપોત્રા એડવોકેટ, સમજુભાઇ સોલંકી ઇવનગર સરપંચ, રોજિંદાબેન શેખ, રીધ્ધીબેને મહેરીયા, રમેશભાઇ કાંબલીયા, મેરામણભાઇ ઓડેદરા, ચીકાભાઇ મહેરીયા, એઝાજભાઇ મકરાણી એડવોકેટ, દેવશીભાઇ ચાવડા, સોહિલભાઇ સિદ્દીકી વગેરે લોકો જોડાયેલા હતા.

(12:51 pm IST)