Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ધોરાજીના ખેડૂત અગ્રણીઓ દ્વારા કૃષિબીલના વિરોધમાં આવેદન

ધોરાજી :  હાલ કૃષિબીલ નો વિરોધ રાષ્ટ્રીય સ્તરે ગાજી રહ્યો છે. ત્યારે પ્રાંત કચેરી ખાતે ખેડૂત આગેવાનો દ્વારા કૃષિબીલના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ઉપલેટાના ખેડૂત અગ્રણી ડાયાભાઈ અને ધોરાજી ખેડૂત અગ્રણી પંકજભાઈ હિરપરા સહિત ખેડૂતોએ લેખિતમાં આવેદનપત્ર પાઠવી ખેડૂતો પર લાવનારા કાળા કાયદાનો વિરોધ કર્યો હતો.અને જણાવેલકે વડાપ્રધાન દ્વારા અગાઉ પણ અનેક જાહેરાતો કરાઈ હતી. અને તે પોકળ નીકળી છે.હવે ખેડૂતોને આવા લોભામણા વચનો પર વિશ્વાસ નથી. ખેતીના ખાનગીકરણથી ખેડૂતો પાયમાલ થઈ જશે.

(11:32 am IST)
  • ગીર સોમનાથના તાલાલામાં ૨.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : તાલાલાથી ૧૩ કિ.મી. દૂર ભૂકંપનો આંચકો access_time 1:09 pm IST

  • સુપ્રીમ કોર્ટે આપ્યા નિર્દેશ:CBI, NIA, ED, NCB, DRI અને SFIO જેવી એજન્સીઓના કાર્યાલયોમાં CCTV લગાડવાની આપી સૂચના;સાથે જ કહ્યું કે ઇન્વેસ્ટિગેશન રૂમ્સ અને લોકઅપમાં પણ ઓડિયોની સાથે લગાડો CCTV કેમેરા access_time 9:17 pm IST

  • રાજકોટની કોવિડ હોસ્પી.માં આગના બનાવમાં તમામ પ આરોપીના જામીન હવે મંજુર થયા છે access_time 5:59 pm IST