Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભયભાઇમાં નામ જેવા જ ગુણ હતા, તેઓનું બ્રહ્મતત્વ હંમેશા ચમકતુ : પૂ. જેન્તીરામબાપા

ધુનડા આશ્રમના સંતએ શ્રદ્ધાંજલી અર્પી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.ર : રાજય સભાના સાંસદ અને બ્રહ્મસમાજના અગ્રણી ભાજપના વરિષ્ઠ આગેવાન એવા અભયભાઇ ભારદ્વાજનું ગઇકાલે દુખદ અવસાન થતા ધુનડાના સંત પૂ. જેન્તીરામબાપાએ અત્યંત દુખની લાગણી સભર શ્રદ્ધાંજલી આપતા જણાવ્યું હતું કે, અભયભાઇનું નામ એવા ગુણ હતા અને તેઓનું બ્રહ્મતત્વ હંમેશા ચમકતુ. હું જયારે તેમના ઘરે જાવ ત્યારે ભાવભેર મને આવકારતા અને સંતપ્રેમી હતા. હું ત્યાં રોકાવ ત્યારે તેમના ધર્મપત્નિ રોટલી બનાવે અને ગરમા ગરમ રોટલી અભયભાઇ પિરસતા અત્યંત સરળ માયાળુ સ્વભાવના અને સમસ્ત બ્રહ્મસમાજ અને ભારતીય જનતા પાર્ટીના હોનહાર અને વિરષ્ઠ નેતા બે માસથી કોરોનાની મહામારી સામે લડતા હતાં તેઓને સારામાં સારી સારવાર મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજયના મુ.મંત્રી વિજયભાઇ રૂપાણી સતત કાળજી લઇ રહ્યા હતાં. તેવા લોકપ્રિય નેતાના અવસાનથી ભારતીય જનતા પાર્ટીને મોટી ખોટ પડી છે. સદ્ગુરૂ ભગવાન પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્મને શાંતિ આપે અને પરિવારજનોને દુખ સહન કરવાની શકિત આપે એજ પ્રાર્થના સાથે જે ભગવાન

(11:31 am IST)