Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

આંખ દેખાડવા સાયલા જઇ રહેલા સુદામડાના ચતુરભાઇ સિંહોરાનું એસટી બસની ઠોકરે મોત

સાયલા ચોકડીએ બનાવઃ પ્રોૈઢે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ

રાજકોટ તા. ૨: સાયલાના સુદામડામાં રહેતાં ચતુરભાઇ ડાયાભાઇ સિંહોરા (ઉ.વ.૫૫) નામના કોળી પ્રોૈઢ સાયલા ચોકડીએ એસટી બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ચતુરભાઇને આંખમાં દુઃખાવો થતો હોઇ ગઇકાલે તેઓ સાયલા આંખ દેખાડવા આવ્યા હતાં. સાયલા ચોકડી પાસે ચાલીને જતાં હતાં ત્યારે એસટી બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સાયલા, સુરેન્દ્રનગર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાયલા પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર ચતુરભાઇ ખેત મજૂરી કરતાં હતાં. બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે.

(11:27 am IST)