-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
ધોરાજીના સૂપેડી ગામે પરિણીતાએ આપઘાત કરતા ૩ વિરૂધ્ધ ગુન્હો નોંધાયો

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી,તા. ૨: ધોરાજી તાલુકાના સુપેડી ગામે પરણીતાએ ગળાફાંસો ખાઇ મોત માંગી લીધુ હોવાનો બનાવ બન્યો છે. આ બનાવમાં ૩ શખ્સો વિરૂદ્ઘ ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી નજીક આવેલ સુપેડી ગામે રહેતા રવીનાબેન અજયભાઇ સોલંકી ઉ.વ. ૨૧ એ પોતાના ઘેર બપોર બાદ પરીવારજનો કામે ગયેલ બાદ માં રવીનાબેને પોતાના ઘેર દુપટાથી ગળાફાંસો ખાઇ ગયેલ અને તેની ડેડ બોડી ધોરાજી સરકારી દવાખાને પીએમ અર્થે આવેલ.
આ અંગે લગ્નગાળો ૪ વર્ષનો હોય અને મામલતદાર અને મહીલા પીએસઆઇ નયનાબેન કદાવાલાએ તપાસ હાથ ધરેલ.આ અંગે મરણ જનારના પરીવારજનોએ ધોરાજી પોલીસમાં (૧) રમેશ વશરામ સોલંકી (ર) અજય રમેેશ સોલંકી અને (૩) પ્રભાબેન રમેશભાઇ સોલંકી વિરૂધ્ધ દુઃખ ત્રાસ અને મરવા મજબુર કર્યા અંગે ધોરાજી પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે આઇપીસી કલમ ૩૦૬/૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી પીએસઆઇ નયનાબેન કદાવાલાએ આરોપીઓને પકડવા ચક્રો ગતીમાન કરેલ હતા.