Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

શ્રી સોમનાથ મંદિરનાં સંકલ્પ સિધ્ધિ દિવસની ઉજવણી : લોકડાઉન બાદ ૯,૧૬,૨૯૧ ભાવિકોએ પ્રથમ જયોર્તિલિંગના દર્શન કર્યા

વેરાવળ-પ્રભાસ પાટણ : શ્રી સરદાર વલ્લભભાઇ પટેલે ૧૯૪૭ માં ભારત આઝાદ થયું ત્યારે જુનાગઢ ને અખંડ ભારતમાં જોડી ૧૩ નવેમ્બર ૧૯૪૭ એ સમુદ્રનું જળ હાથમાં લઇ સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારનો સંકલ્પ કરેલ,કાળ ક્રમે સરદારશ્રી ન રહ્યા પણ સરદારની આંખો શ્રી સોમનાથ મંદિરના સતત દર્શન કરી શકે તે રીતે તેઓની પ્રતિમા સોમનાથ પરીસરમાં લગાવવામાં આવેલી છે. ૧૯૯૫ માં શ્રી સોમનાથ મંદિર બાંધકામ પુર્ણ થયું,નૃત્યમંડપ કાર્ય પુર્ણ થતા ભારતના રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માના હસ્તે નૃત્યમંડપ કળશ અનાવરણ વિધિ સંપન્ન કરવામાં આવેલ. શ્રી સરદાર પટેલ સાહેબએ લીધેલ સંકલ્પ ૧૩ નવેમ્બર ૧૯૪૭ ની સિદ્ઘી ૧ ડિસેમ્બર ૧૯૯૫ એ થયેલ. ૦૧ડીસેમ્બર શ્રી સોમનાથ મંદિરના સંકલ્પ સિદ્ઘિ દિવસ નિમિતે  સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી  જે.ડી.પરમાર ,જી.એમ એકિઝકયુટીવ ઓફીસરના હસ્તે શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પૂષ્પાંજલી,સરદારવંદના કરવામાં આવેલ. શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવેલ જેમાં સ્થાનીક તીર્થપૂરોહિતો,શ્રી સોમનાથ ટ્ર્સ્ટના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.શ્રી સોમનાથ ટ્ર્સ્ટ દ્વારા ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી શ્રધ્ધાળુઓએ ઘર બેઠા માસ એપ્રિલથી માસ નવેમ્બર સુધીમાં સોમનાથ મહાદેવના દર્શન જેમાં ફેસબૂકમાં(૧૯૫૪૭૬૫૯૪) ટ્વીટરમાં(૩૧૭૫૯૨૯૫) ઇન્સ્ટાગ્રામ(૨૯૫૮૯૭૨૧) યુ ટ્યુબમાં (૩૫૨૯૮૬૬૪) માધ્યમથી લોકોએ દર્શન કરેલ. તેમજ લોકડાઉનનો સમય પુર્ણ થયા બાદ શ્રી સોમનાથ મહાદેવના દર્શન અંદાજીત(૯૧૬૨૯૧)દર્શનાર્થીઓએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધો હતો.

(11:24 am IST)