Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

જામનગર જિલ્લાના જામજોધપુરમાં વધુ એક દુષ્કર્મની ઘટનાથી ભારે ચકચાર

૧૬ વર્ષની એક સગીરા પર દુકાનદારે પોતાની દુકાનમાં બોલાવી ત્રણ વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઃ આરોપી દુકાનદારની અટકાયતઃ કોવિડ ટેસ્ટની કાર્યવાહીઃ ભોગ બનનારને પણ તબીબી ચકાસણી માટે હોસ્પિટલમાં મોકલાઇ

જામનગર - જામજોધપુર તા. ૨ : જામનગર જિલ્લાના જામજોધપુર માં વધુ એક દુષ્કર્મ અંગે ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે. જામજોધપુરના જ એક દુકાનદારે પોતાની દુકાને ગ્રાહક તરીકે આવેલી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી ધાક-ધમકી આપી એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે. પોલીસે દુષ્કર્મ અંગેની કલમ તેમજ પોકસો એકટ હેઠળ ગુનો નોંધી આરોપી દુકાનદારને અટકાયતમાં લઇ લીધો છે, અને કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ભોગ બનનાર સગીરાને તબીબી ચકાસણી માટે હોસ્પિટલમાં મોકલી આપી છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે જામજોધપુર ટાઉનમાં રહેતી સોળ વર્ષની એક સગીરા કે જે જામજોધપુરમાં રહેતા અને દુકાન ચલાવતા મયુર રાજેશભાઈ ડાભી નામના દુકાનદારને ત્યાં માલ સામાનની ખરીદી કરવા માટે આજથી ત્રણેક માસ પહેલા ગઈ હતી.

જે દરમિયાન દુકાનદારે સગીરાને પોતાની દુકાનની અંદર બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું, ત્યાર પછી તેણીને બનાવ અંગે કોઇને જાણ કરશે તો પતાવી દેવાની ધમકી આપી હતી, જેથી ભોગ બનનાર સગીરા મૌન રહી હતી.

ઙ્ગત્યાર પછી દુકાનદારે વધુ ધાક-ધમકી આપીને ફરીથી અલગ અલગ સમયે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. જે ઘટનાથી અને વારંવારના ત્રાસથી સગીરા ડઘાઈ ગઈ હતી, અને પોતાના ઘેર સુનમૂન બેઠી હતી.

જે દરમિયાન તેણીની માતા એ પોતાની પુત્રીને ફોસલાવીને પૂછપરછ કરતા આખરે તેણીએ દુષ્કર્મની ઘટના અંગે કબૂલાત આપી હતી, અને સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકે પહોંચ્યો હતો. જામજોધપુર પોલીસે ભોગ બનનાર સગીરાની માતા ની ફરિયાદના આધારે આરોપી દુકાનદાર મયુર રાજેશભાઈ ડાભી સામે દુષ્કર્મ અંગે ની કલમ તેમજ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાયો છે, અને તેની અટકાયત કરી લઈ કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે.

ઙ્ગઉપરાંત ભોગ બનનાર સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરી છે. જામજોધપુર પંથકમાં એક સપ્તાહમાં દુષ્કર્મની બીજી ઘટનાને લઇને ભારે ચકચાર જાગી છે.

(11:24 am IST)
  • ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્રાન્સપોર્ટરો : 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાલ : એક કરોડ જેટલા ટ્રક ડ્રાયવરોનું પ્રતિનિધિત્વ કરતા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટની ઘોષણાં : આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો ખોરવાઈ જશે access_time 5:52 pm IST

  • વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ઠાકોર પટેલનું નિધન access_time 12:23 am IST

  • સુપ્રીમ કોર્ટે આપ્યા નિર્દેશ:CBI, NIA, ED, NCB, DRI અને SFIO જેવી એજન્સીઓના કાર્યાલયોમાં CCTV લગાડવાની આપી સૂચના;સાથે જ કહ્યું કે ઇન્વેસ્ટિગેશન રૂમ્સ અને લોકઅપમાં પણ ઓડિયોની સાથે લગાડો CCTV કેમેરા access_time 9:17 pm IST