Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

મોરબીમાં જુદી-જુદી જગ્યાએ દેવી-દેવતાઓના ફોટા લગાડતા જુદી-જુદી સંસ્થાઓ દ્વારા આવેદન

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨: અલગ અલગ જગ્યાઓ પર હિન્દુ દેવી દેવતાઓ ફોટોને આપતિજનક રીતે લગાડવામાં આવી છે ત્યારે મોરબીની અલગ અલગ સંસ્થાઓએ સાથે મળીને આવેદન આપી તે દુર કરવા રજૂઆત કરી હતી.

શિવસેના ,ગૌ રક્ષા કમાન્ડો ફોર્સ , આહીર એકતા મંચ મોરબી, બડા બજરંગ ફાઉન્ડેશન ટીમ અને હિન્દૂ યુવા વાહિની સગઠન દ્વારા કલેકટર માં રજુઆત કરવામાં આવી કે શહેરમાં ઘણી જગ્યાઓ પર હિન્દુ દેવી - દેવતાઓ ના ફોટા વાળી લાદીઓ એવી રીતે લગાવેલી છે કે જેથી ત્યા લોકો થુંકે નહીં, ગંદકી ના કરે અથવા કચરો ના ફેક પુરતું જેમની રોજ પુજા કરીએ તેમને આવી જગ્યાએ રાખીને આવું અપમાન જરાપણ સહનિય નથી. આ રીતે હિંદુ દેવી દેવતાઓના ફોટો મુકનારા લોકોના કૃત્ય દ્વારા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે.ને દેવી દેવતા નું અપમાન થઈ રહ્યુ છે..તો બધી લાદી તથા ફોટાઓ જે અપમાન જનક જગ્યાએ લગાવેલ છે તે ઉતારી લે અમારી આ વિનંતી આ બધા ફોટો ત્યાંથી દુર થવા જોઈએ અમો બધી સંસ્થા ઓ સાથે મળીને તે જગ્યા ના માલીક સામે આંદોલન કરી ખુલ્લા કરીશું અને તેમ છતાં જો નહીં. માને તો એવા ફોટા અને લાદીઓ અમારા હસ્તે અથવા તંત્ર દ્વારા ઉતરાવશુ

શિવસેના તેમજ ગૌ રક્ષા કમાન્ડો ફોર્સ પ્રમુખ કમલેશભાઈ બોરીચા, આહીર એકતા મંચ મોરબી શહેર પ્રમુખ તેમજ બડા બજરંગ ફાઉન્ડેશન ટીમ લાલાભાઈ જીલરીયા અને હિન્દૂ યુવા વાહિની જિલ્લા સદસ્ય પાર્થભાઈ ભટ્ટ તેમજ ધવલભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

(11:24 am IST)