Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

માળીયા મિંયાણાનાં સુલ્તાનપુર અને વેજલપરમાં ફિનાઇલ -ઝેરી દવા પી લેતા પરિણીતા સારવારમાં

 મોરબી-માળીયા હાટીના,તા. ૨: માળિયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામે રહેતી પીનલબેન પ્રકાશભાઈ ભાડજા કોઈ અગમ્ય કારણોસર પોતાના દ્યરે ફિનાઈલ પી જતા તેણીને મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જે મામલે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા તાલુકાના વેજલપર ગામે આવેલ સુખુભા દરબારની વાડીએ રહેતી સંગીતાબેન હારુભાઈ આદિવાસી (ઉ.૨૦) વાળી ઝેરી દવા પી લેતા તેણીને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે.જે મામલે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બેલામાં વર્લીનો જુગાર રમતા ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં વર્લી ફીચરના આકડા પર હારજીતનો જુગાર રમતા ધમો જગદીશ ભડાણીયાને રોકડા રકમ રૂ.૫૨૦ સાથે ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:23 am IST)