Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ટંકારાના સાવડી પંથકમાં ૧૪ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ : બે શખ્સો પોલીસના સકંજામાં

સગીરાને અવાવરૂ જગ્યાએ લઇ જઇ એક શખ્સે મ્હો કાળુ કર્યું અને બીજો શખ્સ બહારથી ધ્યાન રાખતો'તો : ટંકારા પંથકમાં ચકચાર

રાજકોટ,તા. ૨: ટંકારા પંથકના સાવડી ગામની સીમમાં ૧૪ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર જાગી છે. સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્સ તથા તેને મદદગારી કરનાર શખ્સને પોલીસે સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પંથકમાં સાવડી ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ ૧૪ વર્ષની સગીરા ઉપર એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ પરિવારજનોને સઘળી હકિકત જણાવતા સગીરાના પરિવારજનોએ દુષ્કર્મ ગુજારનાર શખ્સ તથા તેને મદદગારી કરનાર શખ્સ સામે ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

દુષ્કર્મની ફરિયાદ બાદ ટંકારા પોલીસ મથકના ચાર્જમાં રહેલ એ.એસ.પી અભિષેક ગુપ્તાએ તપાસનો ધમધમાટ કરી સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર હવસખોર શખ્સ તથા તેને મદદગારી કરનાર અન્ય એક શખ્સને દબોચી લઇ પુછતાછ હાથ ધરી છે.

એ.એસ.પી. અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર સગીરા ઉપર એક શખ્સે દુષ્કમ ગુજાર્યું હતુ અને બીજો શખ્સ કોઇ જોઇ ન જાય તે માટે બહાર ઉભો રહી ધ્યાન રાખતો હતો. પોલીસ બંને શખ્સોને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે અને સગીરાનું મેડીકલ ચેકઅપ કરાવવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

સગીરા ઉપર દુષ્કર્મની ઘટનાએ ટંકારા પંથકમાં ચર્ચા જગાડી છે. જો કે પોલીસે બંને આરોપીઓના નામ જાહેર કર્યા નથી બંને આરોપીઓના કોવીડ ટેસ્ટનો રીપોર્ટ  આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી કરાશે.

(12:50 pm IST)
  • હરિયાણા પૂર્વ મુખ્યમંત્રી ઓ પી ચૌટાલા ને કોરોના પોઝિટિવ આવતા તેમને દિલ્હી-ગુડગાવની મેંદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 12:04 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 32,407 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94,95,661 થઇ :એક્ટીવ કેસ 4,28,390 થયા : વધુ 38,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 89,26,950 રિકવર થયા :વધુ 431 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,38,090 થયો access_time 12:15 am IST

  • રાજસ્થાનની રાજધાની જયપુરમાં રામબાગ પેલેસના અધિપતિ અને દૌસાના પૂર્વ સાંસદ મહારાજ પૃથ્વીરાજનું બુધવારે મોડી સાંજે કોરોનાને કારણે અવસાન થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. રાજસ્થાનમાં પર્યટનના વિકાસ માટે તેમનું મોટું યોગદાન હતું. access_time 12:23 am IST