-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
સૌરાષ્ટ્ર-કચ્છમાં અભયભાઈ ભારદ્વાજને શ્રધ્ધાંજલી અર્પણ
ભાજપના આગેવાનો-સામાજીક કાર્યકરો દ્વારા શ્રધ્ધાસુમન અર્પણઃ સંસ્મરણો યાદ કરાયા

રાજકોટ, તા. ૨ :. રાજ્યસભાના સાંસદ, વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને બ્રહ્મસમાજના અગ્રણી અભયભાઈ ભારદ્વાજનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રધ્ધાસુમન અર્પણ કરીને શ્રી અભયભાઈ ભારદ્વાજની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
ભાજપના આગેવાનો, સામાજીક આગેવાનો, કાર્યકરોએ પણ શ્રધ્ધાંજલી અર્પણ કરીને સંસ્મરણો વાગોળ્યા હતા.
જસદણ
(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણઃ રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજનું મંગળવારે સાંજે ચેન્નઈની હોસ્પીટલમાં નિધન થતા જસદણ-વિંછીયા પંથકના ભાજપ આગેવાનો અને કાર્યકરોમાં ભારે શોક છવાયો છે. અભયભાઈનો રાજકોટમાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા પ્રથમ એમને રાજકોટ ત્યાર બાદ એમને વધુ સારવારની જરૂર પડતા તેમને ચેન્નઈની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ સારવાર દરમિયાન મંગળવારે સાંજે એમનુ નિધન થતા દેશ રાજ્ય સહિત જસદણ-વિંછીયા પંથકના ભાજપના આગેવાનો કુંવરજીભાઈ બાવળીયા, ડો. ભરતભાઈ બોઘરા, જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા, યુવા આગેવાન અને ઉદ્યોગપતિ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ સહિતનાઓએ શોક વ્યકત કરી સંભારણા યાદ કર્યા હતા.
જૂનાગઢ
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ રાજ્યસભાના સાંસદ અને ભાજપાના અગ્રણી અભયભાઈ ભારદ્વાજનું ગઈકાલે અવસાન થતા જૂનાગઢના સાંસદ જિલ્લા ભાજપ પ્રમુખ અને શહેર ભાજપના પ્રમુખ સહિતના આગેવાનોએ ભાવસભર શ્રધ્ધાંજલી આપી છે.
જૂનાગઢ અને ગિર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે રાજ્યસભાના સાંસદ અને ભાજપના વરિષ્ઠ આગેવાન અભયભાઈનું કોરોનાને કારણે અવસાન થયેલ છે ત્યારે ખૂબ દુઃખની લાગણી અનુભવુ છુ સાથે ભગવાન સોમનાથ અને મા ભવાનીને પ્રાર્થના કરૂ છું કે તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શકિત આપે. શ્રી અભયભાઈ ભારદ્વાજના અવસાનથી ભારતીય જનતા પાર્ટીને કયારેય ન પુરાય તેવી ખોટ પડી છે.
જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલએ જણાવ્યુ હતુ કે અભયભાઈ ભારદ્વાજના નિધનથી ભાજપ અને ગુજરાતને મોટી ખોટ પડી છે એક માર્ગદર્શક ગુમાવ્યા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શકિત આપે એ જ પ્રભુને પ્રાર્થના કરૂ છું.
શહેર ભાજપના પ્રમુખ અને બ્રહ્મસમાજના અગ્રણી પુનિતભાઈ શર્મા એ જણાવ્યુ હતુ કે સમસ્ત બ્રહ્મસમાજના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત એવા ભાજપના વરિષ્ઠ આગેવાન અને રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ બે માસથી કોરોનાની મહામારી સામે જંગ લડતા હતા અને અંતે કાલે તેઓ જંગ હારી જતા અત્યંત દુઃખની લાગણી અનુભવુ છું. અભયભાઈના અવસાનથી ભારતીય જનતા પાર્ટીને કયારેય ન પુરાય તેવી ખોટ પડી છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરૂ છું.
જૂનાગઢના સેવાભાવી તબીબ ડો. ડી.પી. ચિખલીયાએ જણાવ્યુ હતુ કે રાજ્યસભાના સાંસદ અને ભાજપના વરિષ્ઠ આગેવાન અભયભાઈ ભારદ્વાજનું ગઈકાલે દુઃખદ અવસાન થતા અત્યંત દુઃખની લાગણી અનુભવુ છું તેઓ હંમેશા પાર્ટીને માર્ગદર્શન આપતા રહ્યા અનુભવી અને પીઢ નેતાના અવસાનથી ભાજપાને મોટી ખોટ પડી છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની સકિત આપે એ જ પ્રાર્થના સાથે શ્રધ્ધાંજલી અર્પુ છું.