Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

વંથલી તથા તાલુકામાંથી ૩રાા લાખનો દારૂ ઝડપાયો

નાંદરખી અને સાંતલપુર ધાર ગામે જુનાગઢ એલસીબીના દરોડાઃ બુટલેગરોના મનસુબા નિષ્ફળ : વંથલીના નવા માર્કેટ યાર્ડ પાસેથી પ૯૪ પેટી પકડી પાડતી ડીઆઇજીની એબ્સ્કોડર સ્કવોડ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર :.. જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક  મનીન્દરસિંઘ પવાર દ્વારા જુનાગઢ રેન્જમાં ચાલતી પ્રોહીબીશન તથા જૂગારની ગે. કા. પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સતત અને સઘન વોચ તપાસ રાખી ગે. કા. પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા અને આવી ગે. કા. પ્રવૃતિ સદંતર પણે ડામી દેવા કડક સુચના કરવામાં આવેલ હોય. જે અનુસંધાને રીડર પો. ઇન્સ. કે. કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ એબ્સ્કોન્ડર સ્કોડના પો. સ. ઇ. પી. જે. રામાણી, તથા સાયરબ પો. સ્ટે.ના પો. સ. ઇ. એચ. એન. ચુડાસમા તથા પો. હેઙ કોન્સ. ગીરીરાજસિંહ વાઘેલા તથા એ. એસ. આઇ. સંજયભાઇ દેવરે તથા પો. હેઙ કોન્સ. વિકાસભાઇ ડોડીયા તથા રોહિતસિંહ વાળા તથા પો. કોન્સ. પ્રવિણસિંહ  મોરી તથા ભુપતસિંહ સીસોદીયા તથા હરદાસભાઇ ઓડેદરા વિગેરે પો. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં.

દરમ્યાન પો. હેડ કો. ગીરીરાજસિંહ વાઘેલાને હકિકત મળેલ કે, વંથલી ગામે નવા માર્કેટીંગ યાર્ડની બાજુમાં રાજુભાઇ મોહનભાઇ પટેલ રહે. જુનાગઢ ઝાંઝરડા રોડ વાળાની માલીકીની પાયોનીયર ડેરી પ્રાઇવેટ લીમીટેડની પાછળન ભાગે આવેલ ડેરીના ગોડાઉનની ખુલ્લી પડતર કમ્પાઉન્ડની જગ્યામાં (૧) સમીર ડોસા રબારી રહે. સંજયનગર ગ્રોફેડ મીલની પાછળ તથા (ર) કીરીટ ઉર્ફે કીડો ભગાભાઇ છેલાણા રહે. રાણા સોસાયટી ગાંધીગ્રામ તથા (૩) ભુપત પુંજાભાઇ કોડીયાતર રહે. ધરમ અવેડા સામે ગાંધીગ્રામ તથા (૪) ભાવેશ ઉર્ફે ભાવલો સમીર ડોસાનો માણસ બહારથી પરપ્રાન્તના ઇગ્લીશ દારૂનો મોટો જથ્થો મગાવી ઉતારી હેરાફેરી કરે છે. તેથી રેઇડ કરતા દારૂનો અલગ અલગ બ્રાન્ડની ૭પ૦ એમ. એલ. ની કુલ પેટીઓ નં. પ૯૪ જે બોટલ નંગ ૭૧ર૮ કુલ કિ. રૂ. ર૯,૪૦,૪૮૦ તથા ટાટા ટેમ્પો ૪૦૭ પીકઅપ રજી. નં. જીજે-૧૮-એઝેડ ૭૮૧૬ કિ. ૪,૦૦,૦૦૦ મળી કુલ કિ. રૂ. ૩૩,૪૦,૪૮૦ નો મુદામાલ મળી આવેલ હતો અને આરોપીઓ હાજર મળી આવેલ ન હતાં. અને આ અંગે વંથલી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરાવવામાં આવેલ છે.

આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇચા.પો.ઇન્સ. એચ.આઇ. ભાટી તથા પો.સ.ઇ.શ્રી ડી.જી. બડવા તથા પોલીસ સ્ટાફના પો.હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા, વિજયભાઇ બડવા, યશપાલસિંહ જાડેજા, શબ્બીરખાન બેલીમ, જીતેષ મારૂ, નિકુલભાઇ પટેલ તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, સાહિલભાઇ સમા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરાએ રીતેના વંથલી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પો.કોન્સ. ભરતભાઇ સોનારા, ડાયાભાઇ કરમટા તથા કરશનભાઇ કરમટાને હકીકત મળેલ કે,

વંથલી તાલુકાના સાતલપુર ધારે રહેતો ભરત હમીરભાઇ કોડીયાતર રબારી તથા લાખા કારા છેલાણા રહે. સાતલપુર ધાર તથા રામા હીરા ભારાઇ રબારી રહે. નાંદરખી તથા જયદીપ સામત ભારાઇ રહે. નાંદરખી વાળાઓએ ભાગીદારીમાં ગે.કા. રીતે આર્થીક નફો રળતા સારૂ ગુજરાત રાજયમાં પ્રતિબંધીત એવો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો અન્ય રાજયમાંથી જુનાગઢ જીલ્લાના સાતલપુર ગામ સુધી સાલતપુર ધારમાં ભરત હમીર રબારીના ઘરની પાછળના વિસ્તારમાં આવેલ અવાવરૂ પડતર જગ્યાએ ઉતારેલ છે અને હાલ દારૂ કટીંગ કરે છે અને મંગાવેલ દારૂનો જથ્થો સગેવગે કરવાની તૈયારીમાં છે જેથી તુરત જ સદર જગ્યાએ રેઇડ કરતા વિદેશી દારૂની પુંઠાની પેટીઓ તથા છુટી બોટલો મળી આવેલ.

કબ્જે કરવામાં આવેલ મુદામાલ મેકડોવેલ્સ નં. ૧ સુપીરીયર વ્હિસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭પ૦ એમ. એલ. ની પેટી નંગ-૪૩ બોટલ  નંગ પ૧૬ કિ. રૂ. ર,૦૬,૪૦૦, રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી બનાવટની ૭પ૦ એમ. એલ. ની પેટી નંગ ૧૭ બોટલ નંગ ર૦૪ કિ. રૂ. ૧,૦ર,ર૦૦૦, મો. સા. ડયુરો રજી. નં. જીજે-૦૬ એફજી ૧૯૪૩ કિ. રૂ. ૩૦,૦૦૦ મળી કુલ ફી રૂ. ૩,૩૮,૪૦૦ છે.

બાદ સદરહુ રેઇડની કાર્યવાહી ચાલુ હોય તે દરમ્યાન ડાયાભાઇ કરમટા, કરશનભઇ કરમટા, ભરતભાઇ સોનારાને સંયુકતમાં હકિકત મળેલ કે,  ધારત ગામે પણ દારૂ ઉતરી છે ત્યાં પણ દરોડો પાડયો હતાં. બુટલેગરોના મનસુબા નિષ્ફળ નીવડયા હતાં.

(12:49 pm IST)