Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ભુજ જેલમાં બંધ પાકિસ્તાની કેદીનું મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ર : કચ્છની જેલમાં બંધ વધુ એક વધુ પાકિસ્તાની કેદીનું મોત નિપજયું છે. ૩ર વર્ષીય અબ્દુલ સૈયદ નામના આ પાકિસ્તાની કેદીને કાલે સવારે બીમારી સબબ ભૂજની સરકારી હોસ્પિટલમાં મોત નિપજયું હતું. મૂળ પાકિસ્તાનના બગ્ગાનો આ પાકિસ્તાની યુવાન ર૦૧૦માં ભુજની નરા બોર્ડર ઉપરથી ઝડપાયો હતો. ભુજની જેઆઇસી જેલમાં બંધ આ મૃતક પાકિસ્તાની ઝડપાયો ત્યારે માનસિક અસ્વસ્થ હતો અને તેને ટીંબીની બીમારી હોવાનું જેઆઇસીના પી.આઇ. પી.એચ. લગધીરકાએ જણાવ્યું હતું. આ બનાવની તપાસ ભુજ બી-ડીવીઝન પીઆઇ વસાવાએ હાથ ધરી છે.

(10:43 am IST)