Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ગીર પંથકમાં રાત્રે 09.55 કલાકે વધુ એક ભૂકંપનો આંચકો

લોકોમાં ભારે ગભરાહટ : લોકો ઘરની બહાર દોડ્યા :ટોળા વળીને ખુલ્લા મેદાનમાં બેઠક જમાવી બેઠા

 

ગીર સોમના જિલ્લામાં ભુકંપનાં બે આંચકાઓ આવ્યા હતા. ગીર પંથકમાં રાત્રે 09.55 કલાકે  ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઝટકો એટલો તિવ્ર હતો અને રાતનો સમય હોવાથી લોકો ભૂકંપનો આંચકો અનુભવીને બહાર દોડી આવ્યા હતા.

   એક દિવસમાં બે ભૂકંપના આંચકાઓ આવતા ગીર સોમનાથ જિલ્લાનાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. જિલ્લાનાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ભૂકંપનું કેન્દ્ર તલાલાથી 9 કિલોમીટર દુર ઇસ્ટ સાઉથ ઇસ્ટ કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવ્યું છે.

 હાલ તો રાત્રીનાં સમયે આંચકો આવવાનાં કારણે સ્થાનિક લોકોમાં ડર અને ફફડાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકો ઘરની બહાર રહેવા માટે મજબુર બન્યા છે. હવે ફરી આફ્ટર શોક્સ આવે તેવી શક્યતાઓને જોતા લોકો બહાર રહેવાનું પસંદ કરી રહ્યા છે. અથવા તો ટોળા વળીને ખુલ્લા મેદાનમાં બેઠક જમાવી રહ્યા છે.

(12:22 am IST)