Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ન્યારા એનર્જી કંપનીમાંથી બે માસ પહેલા પેટ્રોલ ભરેલ ટેન્કર લઇ નાસી ગયેલ આરોપીને પશ્ચિમ બંગાળથી ટેન્કર સહીત પકડી પાડતી દ્વારકા પોલીસ

ખંભાળીયા, તા., ૨: દેવભુમી જિલ્લાના ખંભાળીયા પો.સ્ટે. ખાતે તા.૧૭-૯-ર૦૧૯ના રોજ ફર્સ્ટ ગુન્હા નં. ૮૪/૧૯ આઇપીસી કલમ ૪૦૭, ૪ર૦ મુજબ ગુનો દાખલ થયેલ જેમાં આ કામના ફરીયાદીનું પેટ્રોલ ભરેલ ટેન્કર લઇ આરોપી ઇલીયાસખાન સુભાનખાન નાસી ગયેલ જેથી આ ગુનો ડીટેકટ કરવા પોલીસ વડા રોહન આનંદે એલસીબીના પોલીસ ઇન્સ. એમ.ડી.ચંદ્રાવાડીયા નાઓને સુચના કરેલ જે અનુસંધાને એલસીબીના પો.સ.ઇ. વી.એમ.ઝાલાને તપાસ સોંપવામાં આવેલ.

જે અનુસંધાને એલસીબીની અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલ અને ટેકનીકલી માધ્યમ દ્વારા આ ગુનો શોધી કાઢવા તજવીજ કરી આ અનુસંધાને પો.ઇન્સ. એમ.ડી.ચંદ્રાવાડીયાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. વી.એમ.ઝાલા તથા હેડ કોન્સ. ભરતભાઇ ચાવડા, મસરીભાઇ ભારવાડીયા, અરજણભાઇ મારૂ તથા સહદેવસિંહ જાડેજાની ટીમ પશ્ચિમ બંગાળ ખાતે તપાસમાં હોય તે દરમ્યાન પશ્ચિમ બંગાળના ર૪ પરગણા જીલ્લાના બરાકપુર ખાતેથી સફળતા પુર્વક આ કામેના આરોપી ઇલીયાસખાન સુભાનખાન રહે ૯૩-૩ સીજી આર રોડ કોલકતા પશ્ચિમ બંગાળ વાળાને પકડી પાડી તથા આ કામે ટાટા કંપની ટેન્કર મુદામાલ  પણ શોધી કાઢી સદર ગુનો ડીટેકટ કરેલ છે તથા વધુ તપાસ અર્થે ખંભાળીયા પો.સ્ટે. સોંપી આપેલ છે.

આ કાર્યવાહી એલસીબીના પો.ઇન્સ. શ્રી એમ.ડી.ચંદ્રાવાડીયાની સુચના હેઠળ પો.સ.ઇ. વી.એમ.ઝાલા, પોલીસ હેડ કોન્સ. ભરતભાઇ ચાવડા, મસરીભાઇ ભારવાડીયા, અરજણભાઇ મારૂ, સહદેવસિંહ જાડેજા, વિપુલભાઇ ડાંગર, કેશુભાઇ ભાટીયા, વિશ્વદીપસિંહ જાડેજા, હસમુખભાઇ કટારાનાઓ દ્વારા કરવામાં આવે છે.

(1:00 pm IST)