Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અંદાજે ૧૭૭ સ્તંભો સમેત ૨૦૦૦ વર્ષ જૂનો ઉપરકોટ કિલ્લો ઐતિહાસિક ધરોહર

જૂનાગઢનાં ઐતિહાસિક ઉપરકોટ ફોર્ટ અને મહોબત મકબરા તથા ભવનાથ પર્યટન સ્થળોની માહિતી મેળવતી પ્રવાસન વિભાગની ટીમઃ રાજય સરકારે ઉપરકોટ અને મકબરાનાં રખરખાવ અને જાળવણી માટે નાણાકીય જોગવાઇ અને તે સંદર્ભે હાથ ધરેલ કાર્યવાહી થકી આવનાર દિવસોમાં જૂનાગઢ શહેર પર્યટન ક્ષેત્રે મોખરાનું નગર બનશે : ધીરૂભાઇ ગોહેલ

જૂનાગઢ તા.૨ : રાજય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાતનાં પર્યટન સ્થળોનાં વીકાસ અને માળખાગત સવલતોમાં વ્યવસ્થાપન કરવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે ગુજરાત યાત્રધામ વીકાસ બોર્ડ દ્વારા પવિત્ર યાત્રાધામોનાં વીકાસ માટે પણ આવશ્યક કાર્યો કરી યાત્રીકોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ નગરની પૈારાણીકતા અને ઐતિહાસિક મહત્વને પારખીને જૂનાગઢની ઐતિહાસીક અસ્મિતાને વધુ સારી રીતે ઉજાગર કરી શકાય તે દિશામાં કાર્યોનો આરંભ થાય તે હેતુ ઉપરકોટ અને મકબરાનાં રખરખાવ અને તેની જાળવણી માટે નાણાકીય બાબતોની જાહેરાત કરવામાં આવી હતી. જે અનુંસંધાને રાજયનાં પ્રવાસનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજયનાં પ્રવાસનવિભાગનાં સચિવ સુશ્રી મમતાવર્મા, અને પ્રવાસન વિભાગનાં કમિશ્નર  જેનુદેવનની ઉપસ્થિતીમાં ઉપરકોટ, અડીચડવાવ, નવઘરકુવો, ફોર્ટની રાંગ, ઉપરકોટની આંતરમાળખાકીય પ્રવર્તમાન સ્થિતી, ફોર્ટમાં પર્યટકોની સહુલીયત માટેની ઉપલબ્ધ સવલતો, વધારે સારી વ્યવસ્થાઓ માટે અને ફોર્ટ અને ઐતિહાસીક સ્મારોકની જાળવણી માટે કઇ રીતે કાર્ય કરી શકાય તેની ઝીણવટભરી તલસ્પર્શી જાણકારી મેળવી હતી. આ તકે પ્રવાસન વિભાગનાં સચિવશ્રી મમતાબેન વર્માએ ઐતિહાસિક ધરોહરને આવનાર પેઢીને સારી રીતે વારસો હસ્તાંરીત કરીશ કાય તે માટે સ્મારકોની જાળવણી માટે હાથ ધરવા પાત્ર કાર્યવાહી અંગે સમીક્ષા કરી હતી.

જૂનાગઢના મધ્યમાં આવેલ મકબરા, ખાપરા કોડીયાની ગુડાઓ, બાવા પ્યારેની ગુફાઓ પર્યટકોને આકર્ષિ શકે તે રીતે તેના અમુલ્ય વારસાનાં સંવર્ધનની દીશમાં રાજય સરકારની પ્રવાસન મંત્રીશ્રીની અધ્યક્ષતામાં  પ્રવાસ સચિવ અને પ્રવાસન વિભાગનાં કમિશ્નર તથા વરિષ્ઠ અધિકારીઓ, જૂનાગઢના મેયર, જિલ્લા કલેકટરશ્રી, નાયબ વન સંરક્ષક ધીરજ મિત્ત્।લ, નાયબ મ્યુનિ. કમિશ્નરશ્રી નંદાણિયા, નાયબ કાર્યપાલક ઈજનેર (પીજીવીસીએલ) સહિત અધિકારીઓએ ઉપરકોટ સહિત પ્રવાસનને લગતા વિવિધ સ્પોટ સુધી પગપાળા પરિભ્રમણ કરી બાદમાં જિલ્લા સેવાસદનમાં સમીક્ષા બેઠક યોજી હતી. જયાં અધિકારીઓ પાસેથી વિવિધ અભિપ્રાય મેળવી તેનાં અંગે સુચનો અને માર્ગદર્શન રજુ થયા હતા.

(12:59 pm IST)