Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વિસાવદર વાલ્મિકી વાસમાં પુરાણા રામદેવપીર મંદિરનો જિર્ણોધ્ધારઃ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવઃ ત્રિદિવસીય ધર્મોત્સવ

વિસાવદર,તા.૨: શહેરની મધ્યમાં પેટ્રોલ પમ્પ સામે આવેલા વાલ્મીકિ વાસમાં દોઢસો વર્ષ પુરાણા રામદેવપીર મંદિરનો જિણોધ્ધાર- મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિદિવસીય અનેરો ધર્મોત્સવ યોજાનાર છે ત્યારે વાલ્મિકી સમાજમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે.રોજ રાત્રે સંતવાણી અને નિદાન કેમ્પનુ પણ આયોજન કરાયું છે.

તા.૬ થી ૮ ડીસેમ્બર ત્રિદિવસીય યોજાનાર આ ધાર્મિક મહોત્સવમાંઙ્ગ ઙ્ગપૂ.વિજયબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુ -ગાદીપતિ-સત્ત્।ાધાર,પૂ.મુકતાનંદબાપુ-પ્રમુખ-અખિલ ભારત સાધુ સમાજ, પૂ.શેરનાથબાપુ, પૂ.ઇન્દ્રભારથીબાપુ, પૂ.કરશનદાસબાપુ પૂ.વલ્કુબાપુ, પૂ.મ હેન્દ્રગીરીબાપુ, પૂ.ભકિતરામબાપુ, પૂ.શીવરામબાપુ, પૂ.અવંતિકાનાથ બાપુ, પૂ.મણીરામબાપુ, પૂ.લાલજી મહારાજ,પૂ.આનંદગીરી બાપુ,પૂ.લક્ષ્મણદાસ બાપુ,પૂ.યિમનાજીબાપુ, પૂ.શામળાબાપુ, પૂ.ગોપાલદાસબાપુ સહિતના સંતો-મહંતો-ધર્મ ધુરંધરો ઉપસ્થિત રહેશે.

વિસાવદર વાલ્મિકી વાસમાં ભકત શ્રી સામતબાપા ગુરૂ શ્રી કાળાબાપા સ્થાપિત રામદેવપીર મંદિર દોઢસો વર્ષ પુરાણું છે.જેના જિણોધ્ધાર માટે સ્વ.માવજીબાપા દ્યાવરી,સ્વ.મેદ્યજીબાપા દ્યાવરી,  સ્વ.ભાણાબાપા દ્યાવરી, સ્વ.નારણબાપા વાદ્યેલા સહિત વાલ્મિકી સમાજના નામી અનામી જ્ઞાતિજનો છેલ્લા ૩૦ વર્ષથી જહેમત ઉઠાવી રહ્યા હતા જેને સત્ત્।ાધાર જગ્યાના મહંત પૂ.વિજયબાપુ ગુરૂ શ્રી જીવરાજ બાપુનાં આશીર્વાદ સાંપડતા મંદિર જિણોધ્ધાર સાથે મૂર્તિ પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ સંપન્ન થવા જઇ રહ્યો છે.આ ધાર્મિક કાર્યમાં સૌનો સહિયારો સહયોગ સાંપડ્યો છે.

આ પ્રસંગે સતત ત્રણ દિવસ રોજ રાત્રે સંતવાણીનાં કાર્યક્રમ યોજાશે જેમાં ભજન સમ્રાટ રામદાસ ગોંડલિયા સહિત લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારો ભજનોની રમઝટ બોલાવશે.

આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત તા.૮ રવિવારે સવારે ૯ થી ૧ દરમિયાન વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરાયું છે.જેમાં નિષ્ણાંત તજજ્ઞ તબીબો સેવા આપશે. સનાતન ધર્મની પરંપરા મુજબ મૂર્તિઓના સામૈયા,જલાધિવાસ, અન્નાધિવાસ સહિતની જિણોધ્ધાર-પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધાર્મિક વિધિ કરાશે.સંતવાણી-સર્વ રોગ નિદાન કેમ્પનુ પણ આયોજન કરાયું છે ત્યારે વાલ્મિકી સમાજ તડામાર તૈયારીમાં લાગ્યો છે.આ રૂડા અવસરને સફળ બનાવવા અને ચાર ચાંદ લગાવવા વાલ્મિકી સમુદાયમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે.

(12:21 pm IST)