Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ધોરાજી : ખેડૂતો સાથે વાર્તાલાપ યોજાયો

ધોરાજી : ફરેણી તથા નાનીપરબડી ગામે એફપ્રો સંસ્થા દ્વારા પ્રોજેકટ વિષયક ખેડૂતો સાથેનો વાર્તાલાપ યોજાયો હતો. સંસ્થાના પ્રોજેકટ ડા અને રીઝનલ મેનેજર દ્વારા થયેલ કાર્યનું વિશેષ માર્ગદર્શન અપાયુ. એફપ્રો સંસ્થા દ્વારા ગત વર્ષે થયેલ ચેકડેમને ઉડુ ઉતારવાનુ કામ ફરેણી ગામે કરવામાં આવ્યુ હતુ તે ખેડૂત ભાગીદારી તથા સંસ્થાના સહયોગથી કરાયુ હતુ જેથી આજુબાજુના કુવાઓ બોરવેલના ભુગર્ભ સ્તરમાં વધારો થયો તેમજ નીકળેલ માટીથી જમીનની ફળદ્રુપતા તેમજ ઉત્પાદન વધશે તેવા પ્રતિભાવ ખેડૂત તરફથી આવ્યા હતા. આવા કાર્યથી ખેડૂતની ખેતી ટકરો આવા કાર્ય વધુ થાય સાથે સાથે ખેડૂત સંગઠન દ્વારા થયેલ કાર્યનું વ્યવસ્થાપન જળવાય રહે તેવા પ્રતિસાદો ખેડૂત તરફથી મળ્યા હતા. નાનીપરબડી ગામે સંસ્થા સાથે સંકળાયેલ ગ્રુપની મુલાકાત કરી હતી. પ્રોજેકટ દ્વારા ખેતી લક્ષી જ્ઞાનમાં શું વધારો થયો તેમજ ખેતીક્ષેત્રમાં શું કરી શકયા તેમજ ભવિષ્યમાં તેનું આ પ્રોજેકટ માર્ગદર્શનથી ખેતી પધ્ધતિમાં બદલાવ લાવી જળ જમીનમાનવ સાથે સાથે પર્યાવરણને ધ્યાનમાં રાખી ખેતી દ્વારા આર્થિક સામાજીક જીવનધોરણ ઉંચુ લઇ આવી શકાશે. ખેડૂતોને માર્ગદર્શન અપાયુ તે તસ્વીર.

(11:57 am IST)