Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

મોરબીમાં ચોરીનું એકટીવા રીક્ષામાં લઇ જતા વાહનચોર ઝડપાયો

ચોરીનું એકટીવા, રીક્ષા પોલીસે કબજે લીધું

મોરબી : મોરબીમાં થયેલ વાહનચોરીના ગુન્હાનો ભેદ એ ડીવીઝન પોલીસે ઉકેલી નાખ્યો છે એકટીવા ચોરી કરીને રીક્ષામાં નાખીને લઇ જતા આરોપીને ઝડપી લઈને પોલીસે બાઈક અને રીક્ષા કબજે લઈને વધુ તપાસ ચલાવી છે

 મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, પીએસઆઈ એમ વી પટેલની ટીમના મણીલાલ ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, નિર્મળસિહ જાડેજા, શેખાભાઈ મોરી, રણજીતસિંહ ગઢવી, અજીત સિંહ પરમાર, ભરતભાઈ ખાંભરા અને શક્તિસિંહ ઝાલા સહિતની ટીમ વાહનચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજાને બાતમી મળી હતી કે સીએનજી રીક્ષામાં એક ઇસમ ચોરીનું એકટીવા લઈને રેલ્વે સ્ટેશન રોડ પરથી પસાર થવાનો હોય જેને પગલે રેલ્વે સ્ટેશન રોડ પર વોચ ગોઠવતા શંકાસ્પદ રીક્ષાને આંતરી રિક્ષાચાલકની પૂછપરછ કરતા આરપી રમણીક કેશુભાઈ ધંધુકિયા રહે મોટા દહીંસરા વાળાએ એકટીવા તેના મિત્ર દીપક મહાદેવ સરવડીયા રહે રફાળેશ્વર વાળાએ મોરબી નાંગરપ્લોટ માંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી જે ચોરીનું એકટીવા કબજે લઈને વધુ પૂછપરછ ચલાવી છે

(1:10 pm IST)