Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

'કુદરત માફ નહીં કરે, ખેડૂતોનું ખોટું કરશો તો કીડા પડશે: પરેશ ધાનાણીએ આકરા મિજાજમાં :

અમરેલી: વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને રાજુલાના ધારસભ્ય અમરીશ ડેર પોતાના આકરા મિજાજને કારણે જાણીતા છે. ત્યારે હાલ આ બંને ક્રોપ કટિંગના સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરવા અંગે મામલતદારને ધમકાવી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થયો છે. આ મામલે ખરેખર મામલતદાર ગુનેગાર છે કે નહીં તે ઉંડી તપાસનો વિષય છે. પરંતુ ખેડૂતો મુદ્દે બંને દિગ્ગજ નેતાઓએ મામલતદાર સાથે કરેલા આ વર્તનની પ્રશંસા કરવામાં આવી રહી છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિપક્ષી નેતા પરેશ ધાનાણી કહી રહ્યા છે કે, કોણે કીધું તું ? શા માટે આવું કર્યું ? કુદરત માફ નહીં કરે, ખેડૂતોનું ખોટું કરશો તો કીડા પડશે. જ્યારે રાજુલાના ધારાસભ્ય આ કામ ભાજપના ઈશારે કર્યું હોવાનો આક્ષેપ કરી મામલતદારને ભાજપનો ખેસ પહેરી લેવાની સલાહ આપી રહ્યા છે. બંને નેતાઓના આક્રોશ સામે મામલતદાર પોતાનો બચાવ કરવાનો લુલો પ્રયાસ કરતા હોય તેવું પણ વીડિયોમાં જણાઈ રહ્યું છે.

(12:09 pm IST)