Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

વેરાવળમાં રેલવે ફાટક ખુલ્લું અને ટ્રેન આવી પહોંચી: ડ્રાઇવરે ટ્રેનને અટકાવી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ

 

વેરાવળ : વેરાવળ રેલવે સ્ટેશન નજીકના 80 ફૂટ રોડનું રેલવે ફાટક ખુલ્લું હતું તે દરમિયાન ટ્રેન આવી ગઇ હતી . જો કે ડ્રાઇવરે ફાટક આવે તે પહેલા   ટ્રેનને અટકાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી . શુક્રવારે 11:30 વાગ્યે દેલવાડા - વેરાવળ મીટરગેજ ટ્રેન આવી રહી હતી . તે સમયે 80 ફુટ રોડ પર આવેલ ફાટક ખુલ્લુ રહી ગયું હતું . જેથી ડ્રાઇવરે ટ્રેનને રોકી દીધી હતી .

જો કે તે સમય દરમિયાન સોમનાથ - પોરબંદરની ટ્રેન અને બીજી ટ્રેન સોમનાથ - રાજકોટની આવતી હોય અહી વારંવાર ફાટક બંધ થવાને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે . જ્યારે ઊના - દેલવાડા ટ્રેન જ્યારે આવતી હતી ત્યારે ટ્રેનને સિગ્નલ આપવામાં આવ્યું હતું . જેથી ટ્રેન ધીમી ગતિએ ચાલી રહી હતી અને ફાટક પાસે પહોંચે તે પહેલા અટકી ગઇ હતી .

 

(10:44 pm IST)